તા.૧ લી જૂને મતદાન મથકોનો પ્રાથમિક મુસદ્દો નિયોજીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવ્યો

0
10

ભરૂચઃ
વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોમાં જુથ સામે નિર્દિષ્ઠ મતદાન વિસ્તારો માટે મતદાન મથકોનો તથા પુનગર્ઠન કરવાપાત્ર થતા મતદાન મથકોનો પ્રાથમિક મુસદ્દો તા.૦૧/૦૬/૨૦૧૮ ના રોજ નિયોજીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉક્ત મુસદ્દામાં સુધારા-વધારા કે સલાહ સૂચન હોય તો પ્રસિધ્ધિની તારીખથી દિન-૭ માં અત્રેની કચેરીમાં, મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીમાં તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીની કચેરીમાં લેખિતમાં દિન-૭ માં રજૂ કરવાના રહે છે.
મતદાન મથકોની પ્રસિધ્ધિનો મુસદ્દો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી – ભરૂચ ખાતેથી મતદાર નોંધણી અધિકારી તેમજ મદદાનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં કામકાજનાં દિવસોમાં કચેરી સમય દરમ્યાન જોઈ શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી – ભરૂચે એક અખબારી યાદીમાં જાણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY