સુરત,
સુરત જિલ્લાના ખેડુત મિત્રોએ પ્રધાનમંત્રી વિમા ફસલ બીમા યોજના હેઠળ વાવેતર ન થવું, રોપણી ન થવા, ઉભા પાકમાં નુકશાન, કાપણી પછીનું નુકશાન, સ્થાનિક આપત્તિઓથી થતા પાક નુકશાનના જોખમોનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન ખરીફ સીઝનના પાકો માટે પાક વીમાની અરજી કરવા માંગતા હોય તો તેવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૧૫/૭/૨૦૧૮ સુધીમાં ઓનલાઈન અરજી કરી, પાક વીમા દરખાસ્ત પત્રકની પ્રિન્ટઆઉટ લઇ સંબધિત બેંકમાં સમયમર્યાદામાં રજુ કરીને ત્યાંથી રસીદ મેળવવાની રહેશે. યોજના હેઠળ જે તે તાલુકાઓમાં નોટીફાઈડ થયેલા પાકો માટે અરજી કરી શકાશે. પાક ધિરાણ મેળવાતા તેમજ બિનધિરાણી ખેડુતો પણ અરજી કરી શકશે. ખરીફ સીઝનના પાકો(ધાન્ય, કઠોળ અને તેલીબિયા પાકો)ના પાક વીમા માટેના પ્રિમીયમ દર ૨.૦ ટકા છે. જયારે વાણિજિયક/વાર્ષિક બાગાયતી પાકો માટે પાક વીમા માટેના પ્રિમિયમના દર ૫.૦ ટકા છે. જે ધ્યાને લઈ વધુમાં વધુ ખેડુતોએ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





