ભરૂચ:
ભરૂચ નગર પાલિકાની દબાણ શાખા દ્વારા આજે મોદી પાર્ક વિસ્તારનાં સાબુગઢ પાસે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયન સ્થાનિક રહિશો અને નગરપાલિકા કર્મીઓ વચ્ચે ચકમક ઝરી હતી. જોકે પાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હોવાથી પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે પાલિકાની ટીમેં દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખી હતી.


ભરૂચ નગર પાલિકા દ્વારા હાલમાં પાલિકા વિસ્તારમાં આવતા દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાંક દબાણકર્તાઓને અગાઉથી જ નોટીસ પાઠવી તેમને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવા સૂચના આપી દેવામાં આવી હતી. જોકે કેટલાંક લોકો એ પાલિકાની નોટીસને ઘોળીને પી જતાં આખરે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની ફરજ પડી હતી. આજરોજ પાલિકાની ટીમ મોદી પાર્ક વિસ્તારમાં આવેલી સાબુગઢ પાસેની વસાહત ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. અહીં આવેલી ઝુંપડપટ્ટીને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.તેવામાં પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ હોબાળો કરતાં એક તબક્કે ચકમક ઝરી હતી. જોકે પોલીસ કાફલો સ્થળ પર હાજર હોવાથી પરિસ્થિતિ કંટ્રોલમાં હતી. પાલિકાની ટીમે જેસીબી અને ટ્રેક્ટર મારફતે ગેરકાયદે દબાણો દુર કરી જગ્યાને ખુલ્લી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝૂંપડવાસીઓ એ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે ગરીબો ના ઝુંપડા તોડી કોલર ઊંચો રાખનાર નગરપાલિકા ના સત્તાધીશો ને શહેર મોટા માથાના દબાણો દૂર કરવાની હિંમત દાખવી બતાવે આતો ગરીબ કઈ જોરું સબકી ભાભી જેવો ઘાટ છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







