ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્રારા વર્ષોથી ન વેચાયેલ ભંગારી સામાન ટેન્ડર કમ હરાજી ૨૫ મી જુલાઈ એ ઓપન હરાજી રાખવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ માં વર્ષોથી ના વેચાએલ ભંગાર જેવા કે એમ.એસ,રબર વુડ્સ, ટાયર,ઇલેક્ટ્રિક વુડ્સ જેવા ભંગારમાં કાઢી નાખવામાં આવેલ માલસમાન ભરૂચ ડિવિઝન વિભાગમાં પડ્યો રહ્યો હોવાથી ત્યાં ગંદકી ફેલાય છે જેના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના એમ.ડી સોનલ મિશ્રા દ્રારા દરેક એસ.ટી વિભાગોમાં પડી રહેલ ભંગારની હરાજી ના આદેશ અપાતાં ભરૂચ વિભાગ ના ભંગાર માલસામાન ની ટેન્ડર કમ હરાજી વિભાગીય યંત્રલાય ભરૂચ ખાતે તારીખ ૨૫/૭/૧૮ ના દરમ્યાન બપોરના ૧ વગ્યાના સમયે રાખવામાં આવી છે.

જે અંગે ભરૂચ વિભાગીય નિયામક એસ.પી.માતરોજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ટેન્ડર ફોર્મ ૩૫૦/- અને ૧૮ ટકા જી.એસ.ટી ભરી તારીખ ૨૪/૭/૧૮ ના સમય ૧૧ થી ૩ સુધી હિસાબીશાખા જમા કરાવી દેવા જણાવ્યુ હતુ અને સાથે સાથે મોટી સંખ્યામાં આ હારાજી માં ભાગ લેવા અપીલ પણ કરવામાં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






