ભરૂચ ખાતે જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોએ નાણાંમંત્રીના અરુણ જેટલીના રાજીનામાંની માંગ સાથે વિરોધ પ્રદર્શન.

0
293

ભારતના નાણા મંત્રી અરુણ જેટલીની પુત્રી અને જમાઈ દ્વારા ભારત દેશના કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવી ભાગી જનારા કૌભાંડી અને ભાગેડુ મેહુલ ચોકસીનો કેશ લડી એમના કેસની રકમના લાખો રૂપિયા મેહુલ ચોકસીએ જમા કરવામાં આવ્યા હોવાની વિગતો સપાટી ઉપર આવી છે.જેના કારણે રાજકારણ ગરમાયુ છે. દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.અરુણ જેટલીના સગાઓનો સીધો સબંધ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો શરૂ કરી નાણાં મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

ભાજપા સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા નાંણા પરત લાવવાની મોટી મોટી ગુલબંગો હાંકીને સતા મેળવી છે. ત્યારે દેશ પ્રજા સાથે છેતરપીંડી થઈ રહી હોવાનાં આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

ભરૂચ રેલવે સ્ટેશન નજીક બપોરનાં સમયે વિરોધ પ્રદર્શન કરી અરુણ જેટલીના પૂતળાનું દહન કરવા જતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સાથે પૂતળાની ખેંચા ખેંચીના દ્રશ્યો સર્જાય હતાં. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ કૉંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,શહેર પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ,પાલિકા સભ્ય હમેન્દ્ર કોઠીવાલા,જિલ્લા પંચાયત સભ્ય સકીલ અકકુજી,સહિત કોંગ્રેસનાં હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY