ગુજરાતમાં બાળકો અસુરક્ષિત..!! ગોપાલ ડેરીમાંથી ૧૫થી વધુ બાળમજૂરો મુક્ત કરાયા

0
16
BANGLADESH/

રાજકોટ,
રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગે જાણીતી ગોપાલ સહકારી ડેરીમાં અચાનક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ડેરીમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવતા સમાજ સુરક્ષા ટીમ પણ ચોંકી ઉઠી હતી. ડેરીમાં દરોડા પડ્યાનું જાણવા મળતાં જ કોન્ટ્રાક્ટરોમાં દોડધામ મચી જવા પામી હતી. દરોડા દરમિયાન ડેરીમાં ૧૫થી વધુ બાળમજૂરોને મૂક્તા કરાવવામાં આવ્યા હતા. તો ૩૦થી વધુ બાળકો નાસી છૂડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં ગોપાલ સહકારી ડેરી આવેલી છે. ડેરીમાં રોજમદાર તરીકે મજૂરોને કામ પર રાખવામાં આવે છે. આ માટે વર્ષે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ છે, એટલે કે બહારથી મજૂરો લાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાનું કહેવામાં આવે છે.
રાજકોટમા બાળમજૂરીનું પ્રમાણ જાવા મળી રÌšં છે. અગાઉ સોની બજારમાંથી પણ બાળમજૂરો ઝડપી પાડ્યા હતા અને છોડવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી સહકારી ક્ષેત્ર જેવા વિભાગમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હતી, જેમા તમામ બાળમજૂરો પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું હતું. વધતી જતી બેકારી, ગરીબીના પગલે બાળકોને મજૂરી માટે મજબૂર થવું પડે છે, આજે ૧૫થી વધુ બાળમજૂરો ઝડપાયા હતા અને ૩૦ જેટલા બાળમજૂરો નાસી છૂટ્યા હોવાનું બહાર આવી રÌšં છે. સમાજ સુરક્ષાની ટીમે કામગીરી હાથ ધરી છે હવે જાવાનું એ છે સહકારી ક્ષેત્રના માથાઓ ઉપર શું પગલા લેવામા આવશે તે તો આવનારો સમય જ કહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY