ઉકાઇ ડેમમાં જળ સંકટ..!! માત્ર ૧૧ ટકા જ પાણી બચ્યું

0
16

સુરત,
ગુજરાતમાં બીજા નંબરના સૌથી મોટા ડેમ ઉકાઈ ડેમનું પણ હવે તળિયું દેખાવાના દિવસો દૂર નથી. જા પંદર દિવસમાં વરસાદ નહીં થાય તો ઉકાઈ ડેમ તળિયાઝાટક થઈ જશે. હાલ ઉકાઈ ડેમમાં માત્ર ૧૧ ટકા જ પાણી બચ્યું છે. જે ગત વર્ષની તુલનામાં ૭૦ ટકા ઓછું છે.
૩૦-૫-૨૦૧૭ના રોજ આ ડેમમાં ૨,૧૩૬ એમસીએમ પાણીનો જથ્થો હતો. જે તા. ૩૦-૫-૧૮ના રોજ ૭૦ ટકાના ઘટાડા સાથે માત્ર ૭૬૯ એમસીએમ પાણી બચ્યું છે. એટલે કે માત્ર ૧૧ ટકા જ પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ છે. જા પંદર દિવસમાં ઉકાઇ ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ નહીં પડે તો ઉકાઈ ડેમનું તળિયું જાવા મળશે.
ઉકાઈ ડેમની આવી સ્થિતિ હોવા છતાં સુરતીજનોએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે આટલું પાણી મહિનો-દોઢ મહિનો આરામથી પસાર કરાવી દેશે. એટલે કે ત્યાં સુધીમાં પુરતા પ્રમાણમાં વરસાદ ન થાય અને ઉકાઈ ડેમમાં નવાં નીરની આવક ન થાય તો પછી જળસંકટ માટે તૈયાર રહેવું પડશે. ત્યાં સુધી વાંધો નથી. બીજી બાજુ હવામાન ખાતાએ પંદર દિવસમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેથી સુરતીજનોએ ચિંતા કરવાની જરૂર નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY