ભરુચમાં બે થી વધું ઘરફોડ ચોરીઓના બનાવો નોંધાયા

0
11

ભરૂચ:
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બે અલગ અલગ સ્થાનો પર ચોરીના બનાવો બનતાં પોલીસ મથકે તેની ફરીયાદ નોંધાવા પામી છે જેમાં ઍક બનાવમાં મકાન માલિકે તેના પરિવાર સાથે ઓઝના મેળામાં નર્મદા સ્નાન માટે જતા ભર બપોરે રીક્ષા લઇને આવેલા તસ્કરોએ ઘરના તાળા તોડી રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી કરી મકાન માલિકને નવડાવી ગયા હતા.ભરૂચમાં પોલીસની રાત-દિવસ પેટ્રોલીંગ કરતી હોવા છતાં પણ તસ્કરો ચોરીને અંજામ આપી રહયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શાંકુંતલ રો હાઉસમાં રહેતા જયેશ.ડી.પરમાર તેમના પરીવાર સાથે હાલ અધિક માસમાં ઓઝનો મેળો ચાલતો હોય ત્યાં પરિવાર સાથે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા.તે દરમિયાન ભર બપોરે રીક્ષામાં આવેલ શખ્સોએ તકસાધુઓએ જયેશના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તીજારીમાંથી રાખેલા રોકડા રૂપયા ૭૦૦૦ અને સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે ૩૦ થી ૩પ હજારનનો હાથફેરો કર્યો હતો. જયેશના બરાબર સામેના મકાનમાં રહેતી મહિલાએ તસ્કરી થતી જાઇ તે બૂમો પાડે તે પહેલા જ તસ્કરો રીક્ષામાં બેસી ફરાર થઇ ગયા હતા.

જ્યારે ચોરીના બીજા બનાવ નીલકંઠ રો હાઉસમાં બન્યો હતો. નીલકંઠ રો હાઉસના મકાન નં. ઍ–૧માં રહેતા વિપુલ વિલીયમ પટેલ તેમના પરીવાર સાથે રાત્રિના સમયે ઘરના ધાબા પર સુતા હતા. તે સમય દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ નિશાચરોએ તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની તિજારીમાંથી સોના–ચાંદીના દાગીના અને રોકડા ૧પ૦૦૦ મળી અંદાજિત રૂ.ર.૬પ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બંને ચોરી અંગે એ–ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ભરુચ અને નંદેલાવ વિસ્તારમાં અન્ય બેથી ત્રણ સ્થળોઍ પણ ચોરીના અહેવાલો મળયા હતા. જાકે તે અંગે પોલીસ મથકે કોઇ ફરીયાદ નોંધાવા પામી ન હતી. જોકે દિવસ રાત બનતા ચોરીના બનાવો થી સ્થીનિકો દ્રારા કડક પોલીસ પેટ્રોલિંગ ની માંગ કરેલ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY