નર્મદા જિલ્લામાં સુજલામ યોજના ની માટી ખાનગી કંપનીઓને વેચી કરોડોનો કારોબાર થયાનો આક્ષેપ 

0
22

ભાજપાના એજન્ટો જ આ કામગીરી કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા હોબાળો મચ્યો છે.  

રાજપીપળા :  નર્મદા ડેમ ના પાણી નો સરકારદ્વારા મિસમેનેજમેન્ટ કારણે વેડફાટ કરી ગુજરાતભર માં પાણી નું જળ સંકટ ઉભું કર્યું અને આજ સરકાર દ્વારા જળ સંકટ ટાળવા  જળ સંચય અભિયાન (સુજલામ સુફલામ યોજના ) લાવી હાલ તળાવો ઊંડા કરી પાણી ના જળસ્થળ વધે તેવા પ્રયાસો કરવા માં આવી રહ્યા છે. પરંતુ એમનાજ મુરતિયાઓ આજ તળાવોની માટી વેચી મોટા ભ્રષ્ટાચાર કરે છે, તેવો આક્ષેપ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય એ કર્યો છે, તો સરકાર ના  જળ સંચય અભિયાન ના  આજ તળાવોના કામ ની વાસ્તવિકતા ચેક કરતા મોટા ભ્રસ્ટાચાર બહાર આવશે સાથે નિયમ મુજબ તળાવોની માટી ખેડૂતોને આપવા ના નિયમોને ભાજપાના આગેવાનો ઘોળી પી જઈ રસ્તાનું કામ કરતી ખાનગી કંપનીને ઉંચા ભાવે માટી વેચી કરોડો કમાયા હોવાની પણ વાત સત્ય છે જેની તપાસ થવી જરૂરી છે.

નર્મદા જીલ્લાનો મુખ્ય આધાર ખેતી છે અને ચોમાસાની સિઝન નજીક આવી છે અને આગામી ૨ સપ્તાહમાં ખેડુતોને વાવેતરની જરૂરીયાત ઉભી થશે. ત્યારે ગત ઉનાળાની ખેતીમાં નર્મદાના નીર નહી મળવાનાં કારણે .આજે ખેડૂતો ને દર વખતે રોવાનો વારો આવે છે આજે સરકાર દ્વારા જળ સંકટ ટાળવા આ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું પરંતુ આ તળાવો ઉંડા કરવાના સ્થળ પર વાસ્તવિકતા ચેક કરીયે તો મોટા ભ્રષ્ટાચાર સામે આવ્યા, જ્યાં તળાવો પહેલેથીજ બનેલા છે ત્યાંજ ફરી જેનેઊંડા કરવાની કામગીરી કરવામાં  આવી રહી છે, અને આજે આ તળાવો માં વર્ષો થી જળ સંગ્રહ  નથી રહેતો કારણકે તેનું તળિયું ટુટીગયું છે ત્યારે સરકાર પાળાઓ બાંધે છે, સરકારના નિયમ પ્રમાણે કોઈ રોયલ્ટી વગર આ માટી ખેડૂતો પોતાની જમીનો સરખી કરે પણ સરકારી નિયમનું અર્થઘટન કરીને ભાજપના હોદેદારો જ કોન્ટ્રાકટરો બની જિલ્લાની માટી ખાનગી એજન્સીઓને વેચી દીધી ખરેખર આ અંગે તપાસ થવી જોઈએ જોકે તપાસ પણ કોણ કરે અધિકારીઓ એ પણ તળાવો રાખ્યા હોવાનો આક્ષેપ આજે વિપક્ષ કરે છે ત્યારે કોણ કોની ગોદડી સાચવે જેવો ઘાટ નર્મદા જિલ્લામાં પણ થયો છે.

ભાજપનાં રાજમાં ખેડુતોની દશા બેઠી છે એક તરફ સરકાર નર્મદા ડેમ ના પાણી ને બચાવી ન શકી જેને કારણે ખેડૂતો ના ઉભા પાક સુકાઇ ગયા અને એજ પાક અને પીવાના પાણી માટે સરકાર જે યોજના લાવી જળ સંચય જેમાં પણ મોટા ભ્રષ્ટાચારો જોવા મળ્યા સરકારી બાબુઓ મન ફાવે તેમ તળાવો ઉંડા કરવા કોન્ટ્રાકટરો ને કહી દીધું અને સરકાર ની આ યોજના થકી ખનીજ માફિયાઓ દ્વારા જાણેકે ખુલ્લો દોર મળી ગયો હોય તેમ તળાવ ની માટી ને વેચવાનો એક ધંધો બનાવી સરકારના જ મુરતિયાઓ એ બેફામ માટી કૌભાંડ કરી નાખ્યું , જો આ અંગે તાપસ કરે તો અનેક કૌભાંડો બહાર આવે પણ તપાસ કોઈ નહિ કરે અધિકારીઓ પણ તેમના જ ને? >>>> પી ડી વસાવા (નાંદોદ ધારાસભ્ય કોંગ્રેસ )

ભાજપા દ્વારા શરૂ કરાયેલા જળ અભિયાન માં તળાવોની માટી કાઢી તળાવો ઉંડા કરવાના હતા જે કામ પૂર્ણ કર્યું છે, જેનાથી ચોક્કસ જળ સંચય થશે માટી અગત્યની નથી પણ પાણીનો સંગ્રહ થાય તે અગત્યનું છે માટે કોંગ્રેસ આક્ષેપ કરે કરવાદો લોકશાહી છે બાકી ભાજપે જળસંચયનું કામ કર્યું છે.>>>સી.આર.પાટીલ (સાંસદ નવસારી)

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940975050
[7:31 PM, 6/1/2018] Prakash Mecvan: વડોદરા ડીવીઝન દ્વારા આંતરરાષ્ટ્રીય સમપાર ફાટક જાગરૂકતા દિવસ અને સપ્તાહ નું આયોજન

ભારતીય રેલ્વે,આંતરરાષ્ટ્રીય રેલ યુનિયનનું સદસ્ય હોવાથી વડોદરા ડીવીઝનમા આ વર્ષે, 7જુન 2018- આંતરરાષ્ટ્રીય સમપાર ફાટક જાગરૂકતા દિવસ તથા 1 જુન 2018 થી 7 જુન 2018 સુધી આંતરરાષ્ટ્રીય સમપાર ફાટક જાગરૂકતા સપ્તાહ ઉજવી રહ્યું છે.

સમપાર ફાટક સુરક્ષિત અને સાવધાનીપૂર્વક પાર કરવોએ રેલ્વે નો આ વર્ષનો લક્ષ્ય છે. આ અભિયાન અંતર્ગત કુલ ૧૭ ટીમો દ્વારા અલગ-અલગ સેક્શનમાં રેલ્વે અધિકારીઓ, નિરિક્ષકો તેમજ કર્મચારિયો દ્વારા માનવરહિત સમપાર ફાટક પર સડક ઉપભોગતાઓને જાગૃત કરવામાં આવશે. આ સપ્તાહમાં સમપાર ફાટક નજીકનાં ગ્રામ પંચાયતોમાં શેરી નાટક/ગરબા તેમજ ટૂંકા ચલચિત્રો નાં માધ્યમથી જાગૃતિ અભિયાન ચલાવામાં આવશે.રેલ્વે દ્રારા સર્વે લોકોને અપીલ કરવામાં આવે
છે કે માનવરહિત સમપાર ફાટક ઓળંગતી વખતે બંને બાજુ રેલગાડી આવે છે કે નહી તે સુનિશ્ચિત કર્યા પછી જ ફાટક પાર કરવી અને ચોકીદારવાળા રેલ્વે ક્રોસિંગે ફાટક બંધ હોય ત્યારે ફાટક ખૂલવાની રાહ જોવી નહીતો દુર્ઘટના નો ભોગ બનશો. ઉપરોક્ત નિયમનું પાલન નાં કરનારને મોટર વેહિકલ એક્ટ ૧૯૮૮ ધારા ૧૩૧, રેલ્વે એક્ટ ૧૯૮૯ ની ધારા ૧૬૦ તથા ૧૬૧ અનુસાર દંડનીય અપરાધ છે. વિશેષ રૂપથી રેલ્વે દરેક વાહન ચાલકોને અનુરોધ કરે છે કે રેલ્વે ફાટક પાર કરતા સમયે ક્યારેપણ મોબાઈલ ફોન અથવા સંગીત ઉપકરણનો ઉપયોગ નાં કરે કેમકે આના કારણે ઘણી દુર્ઘટના થઈ ચુકી છે.

ભારતીય રેલ્વે માં થતી કુલ દુર્ઘટનાઓમાંથી 40 ટકા દુર્ઘટના, 66 ટકા મૃત્યુ અને ૩૩ ટકા ઈજાઓ સમપાર ફાટક પર જ થાય છે. વિઝન ૨૦૨૦ અંતર્ગત નિશ્ચિત કરવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૦ સુધીમાં બધાં માનવરહિત ફાટક સમાપ્ત કરી તેની જગ્યા પર રોડ અન્ડર બ્રીજ અને રોડ ઓવર બ્રીજ બનાવી દેવામાં આવેશે.
વડોદરા ડીવીઝન માં કુલ ૧૦૦૩ સમપાર ફાટક છે જેમાં ૪૨૫ માનવસહિત સમપાર ફાટક અને ૫૭૮ માનવરહિત સમપાર ફાટક છે. તેમજ અમારા આંકડા અનુસાર પુરા વર્ષમાં આ ડીવીઝન માં 2 દુર્ઘટનાઓ માનવરહિત સમપાર ફાટક પર બની, જેનું કારણ માનવીય મૂળ રહ્યું છે જેમાં વાહનચાલકની બેદરકારી તેમજ પરિવહન નિયમોના ઉલ્લંઘન કરવું સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY