મોસ્કો,
મોરક્કોની ટીમ ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશી છે. તે આ વખતે જારદાર દેખાવ કરીને મોટા ઉલટફેર કરવાની આશા ધરાવે છે. કેપ્ટન મેધી બનેટિયાના નેતૃત્વમાં આ ટીમ મેદાનમાં ઉતરી રહી છે. મેંધીના હાથમાં મોટી જવાબદારી ટીમની રહેલી છે. તે વર્લ્ડ કપમાં આશ્ચર્યજનક પરિણામ હાંસલ કરવા માટે ઉત્સુક છે. મોરક્કોની ટીમ છેલ્લે ૧૯૯૮માં વિશ્વ કપમાં રમી હતી. જ્યાં તે ૧૮માં ક્રમાંક પર રહી હતી. ફિફા વર્લ્ડ કપમાં આ ટીમના શ્રેષ્ઠ દેખાવની વાત કરવામાં આવે તો વર્ષ ૧૯૮૬માં આ ટીમ પ્રથમ વખત સ્પર્ધાના અંતિમ ૧૬માં પ્રવેશી ગઇ હતી. ફિફા રેન્કિંગમાં આ ટીમ ૪૨માં સ્થાને છે. મોરક્કો એકમાત્ર એવી ટીમ છે જે વર્લ્ડ કપમાં પોતાની છ મેચો જે ક્વાલિફાઇંગ રાઉન્ડની રમાઇ હતી તેમાં એક પણ ગોલ ખાધો ન હતો. ટીમે ગયા વર્ષે ગેબનને ૩-૦થી હાર આપીને ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ વર્લ્ડ કપમાં ક્વાલિફાઇંગ કરવામાં સફળતા મેળવી હતી. વિશ્વ કપમાં આ ટીમ આ વખતે પોર્ટુગલ, સ્પેન અને ઇરાન સાથે ગ્રુપ બીમાં છે. જે તેના માટે ગ્રુપ ઓફ ડેથ સમાન છે. તેના ગ્રુપમાં તમામ ટીમો ખુબ શÂક્તશાળી તરીકે છે. સ્પર્ધાના નોકઆઉટ સુધી પહોંચવાની બાબત તેના માટે સૌથી પડકારરૂપ છે. મોરક્કોની ટીમમાં અનેક એવા શÂક્તશાળી ખેલાડી છે જે વિશ્વની કોઇ પણ ટીમને પછડાટ આપવા માટેની ક્ષમતા ધરાવે છે. વર્લ્ડ કપમાં આ વખતે વર્તમાન ચેÂમ્પયન જર્મની, સ્પેન, આર્જેÂન્ટના, ફ્રાન્સ અને બ્રાઝિલ હોટ ફેવરીટ તરીકે છે. જા કે કોઇ નવી ટીમ મોટા ઉલટફેર કરે તેવી શક્યતા ઓછી છે. ઇંગ્લેન્ડ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા ચોક્કસપણે ચાહકો રાખી રહ્યા છે. વર્લ્ડ કપનો ક્રેઝ રશિયામાં છવાઇ ગયો છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



