રાજપીપલા ના આદિવાસી ગરીબ પરિવાર ને બી પી એલ કાર્ડ માટે ધક્કે ચઢાવતા અધિકારીઓ

0
66

મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર નો એક પુત્ર 100% વિકલાંગ હોય બી પી એલ કાર્ડ થકી સરકાારી અનાજ અને મળતી સહાયની આશાએ છેલ્લા ત્રણેક મહિનાથી ધક્કે ચડાવ્યા બાદ પણ કાર્ડ મળ્યું નથી 

રાજપીપળા:
નર્મદા જિલ્લા માં પુરવઠા હસ્તક માં અગાઉ હજારો બી પી એલ કાર્ડ બોગસ બન્યા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હતી છતાં આ ભ્રષ્ટ તંત્ર ના પેટનું પાણી હલ્યું ન હતું ત્યારે જરૂરિયાત ગરીબ વ્યક્તિઓને બી પી એલ કાર્ડ માટે હંમેશા ધક્કે ચડાવાય છેેેે આવી વારંમવાર ફરિયાદો સંભળાઈ છે છતાં તેમાં કોઈજ સુધારો થયો નથી ત્યારે રાજપીપળા ના એક આદિવાસી ગરીબ પરિવાર પણ આજ પ્રમાણે ધક્કે ચડ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

રાજપીપળાના ટેકરા ફળિયા માં રહેતા અને મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા વિક્રમ નાગજીભાઈ વસાવા નો એક આઠ વર્ષ નો પુત્ર સો ટાકા વિકલાંગ છે જેનું ડોક્ટરી પ્રમાણપત્ર પણ પિતા પાસે છે ત્યારે સરકારી અનાજ કે સરકારી સહાય મળે આવી આશા એ વિક્રમ વસાવા એ બી પી એલ કાર્ડ માટે બે વખત અરજી કરી જરૂરી દસ્તાવેજો મુક્યા છતાં પુરવઠા વિભાગ અમને છેલ્લા ત્રણેક મહિના થી ધક્કે ચઢાવી રહ્યું હોવાનું એમને જણાવ્યું હતું ત્યારે જો નર્મદા જિલ્લા માં સર્વે કરાય તો ધનાઢ્ય ગણાતા લોકો પાસે પણ બી પી એલ કાર્ડ મળી આવશે ત્યારે ખરેખર જરૂરિયાતમંદો ને કેમ ધક્કે ચઢાવાય છે…?! એ મોટો પ્રશ્ન છે.
આ બાબતે નાંદોદ પુરવઠા ના નાયબ મામલતદાર વિપુલ મકવાણા એ જણાવ્યું કે હમણાં મામલતદાર સાહેબ રજા પર છે એ હાજર થશે એટલે આ ભાઈ ના ફોર્મ ની તપાસ કરી યોગ્ય કરશે અમને માર્ચ મહિનામાં ફોર્મ ભર્યું છે પણ સાહેબ રજા પર હોવાથી કામ લેટ થયું છે આવશે એટલે કામ થશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY