૨૦૧૩-૧૪માં ૧૧૮ તો ૨૦૧૭-૧૮માં ૬૨ ટકા ઘટ્યા ૨૦૧૪ બાદ ૨૦૧૭-૧૮માં ૭૩ ટકા જેટલા રેલ્વે અકસ્માતોની સંખ્યા ઘટી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૪
નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતીય રેલવેની ટાપ પ્રાયોરિટી જ સુરક્ષા અને તકલીફ વિનાનું ટ્રાવેલ ઉપલબ્ધ કરાવવું છે. ૨૦૧૪થી થયેલ ભારે અકસ્માતો બાદ વર્ષ ૨૦૧૭-૧૮માં ૭૩ ટકા જેટલા રેલવે અકસ્માતોની સંખ્યા ઘટી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૧૧૮ જેટલા અકસ્માતો થયાં હતાં જે વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૨ ટકા ઘટ્યા હતા. વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૭૩ રેલવે અકસ્માતો થયા હતા. ઉપરાંત ટ્રેકના સમારકામ અને રિપ્લેસમેન્ટ પાછળ પણ સરકારે ખાસ્સો એવો ખર્ચ કર્યો છે. ૨૦૧૩-૧૪માં ૨૯૨૬ કિમીના ટ્રેક સમારકામ અને રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા હતા જે ૫૦ ટકા વધીને ૨૦૧૭-૧૮માં ૪૪૦૫ કિમીના થઈ ગયા.
આ ઉપરાંત રેલવેએ ૧૪ પ્રમુખ ટ્રેનોના રનિં ટાઈમને પણ ઘટાડી દીધો, જેમાં રાષ્ટ્રીય રાજધાનીથી હાવડા-પટના અને દિલ્હી-અમૃતસર શતાબ્દી સહિત રાજધાની એક્સપ્રેસ ટ્રેનો પણ સામેલ છે, આમાંથી મોટાભાગની ટ્રેનો ભાડી વાળા રૂટ પર ચાલે છે. ઓક્ટોબર ૨૦૧૬માં રાજધાની ટ્રેનો અને શતાબ્દી ટ્રેનો સહિત કુલ ૩૫૦ મેલ-એક્સપ્રેસ અને ૭૪ સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમયથી ૫-૨૫ સમય પહેલા સ્ટેશને પહોંચી જતી હતી. જણાવી દઈએ કે આ વર્ષે રેલવેએ પોતાના અખિલ ભારતીય રેલવે સમયપત્રકને ૧૫મી ઓગસ્ટ ૨૦૧૮થી જાહેર કર્યું હતું. જેને ટ્રેન એટ અ ગ્લેન્સ નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રેલવેના તમામ ૧૭ જાનલનું પણ પોતાના ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં પાંચ તમામ જાનલ ટાઈમ છે જેમાં ૩-૪ ક્ષેત્રીય રેલવે જાન સામેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૦ નવી રેલવે સેવાઓની શરૂઆત કરવામાં આવી, જ્યારે ૪૩ સેવાઓની સંખ્યા વધારી દેવામાં આવી ૯ સેવાઓની ફ્રીક્વન્સી પણ વધારી દેવામાં આવી. ચાલુ વર્ષે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ સુધી, ૩૫ સેવાઓની પહેલે જ રજૂ કરવામાં આવી છે, જ્યારે ૨૮ ટ્રેનની સંખ્યા વધારી દેવામાં આવી છે અને ૫ ટ્રેનોની ફ્રીક્વેન્સીમાં વધારો કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY