મુંબઇ,
બોલિવુડમાં સૌથી વધારે ચર્ચા રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચે સંબંધોને લઇને ચાલી રહી છે. જ્યારથી બંનેના ડેટિંગ અંગેના હેવાલ આવી રહ્યા છે ત્યારથી ચાહકો પણ વધુને વધુ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બન્ને વચ્ચે સંબંધ હોવાના હેવાલને રણબીર કપુરે સમર્થન આપી દીધા બાદ ચાહકો તેમના સંબંધ હવે ક્યા સુધી આગળ વધે છે તેને લઇને ચર્ચા કરી રહ્યા છે. રણબીર કપુરે આલિયા ભટ્ટ સાથે પોતાના રિલેશનશીપના સંબંધમાં વધારે વાત કરી નથી. જા કે તે કહે છે કે આલિયા પર તેને બોય ક્રશ છે. આ પહેલા આલિયા ભટ્ટ પણ કહી ચુકી છે કે આકર્ષક પર્સનાલિટીથી તે ખુબ પ્રભાવિત છે. આલિયા ભટ્ટને રણબીર કપુરના પરિવારના સભ્યો પણ પસંદ કરી રહ્યા છે. આલિયા ભટ્ટને રણબીર કપુરના નજીકના લોકો પસંદ કરી રહ્યા છે. રણબીર કપુરની માતા અને વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી નીતુ સિંહ પણ આલિયાને પસંદ કરે છે. લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પર ફોટો મામલે નીતુએ પ્રતિક્રિયા આપી હતી. હવે રણબીર કપુરની બહેન રિદ્ધિમા કપુરે આલિયાને એક ખુબસુરત બ્રેસલેટ મોકલીને તેની પસંદગીની સાબિતી આપી છે. જેનો ફોટો આલિયાએ ઇન્સ્ટાગ્રામમાં મુક્યો છે. રણબીર અને આલિયા વચ્ચે સંબંધ ક્યારે જાહેરમાં આવે છે તેની ચર્ચા છે. રણબીર કપુરના વિતેલા વર્ષોમાં અનેક સ્ટાર સાથે સંબંધ રહી ચુક્યાછે. જેમાં દિપિકા, કેટરીના કેફનો સમાવેશ થાય છે. બન્ને સાથે દિપિકાના લાંબા ગાળા સુધી સંબંધ રહ્યા હતા.આલિયા ભટ્ટ બોલિવુડમાં સુપરસ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તે હાલમાં સક્સેસ પાર્ટીમાં વ્યસ્ત છે. તે પોતાની ફીમાં વધારો પણ કરી ચુકી છે. તેને હવે એક ફિલ્મમાં કામ કરવા માટે નવ કરોડ રૂપિયા મળી રહ્યા છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





