બ્રિજના બાંધકામ અંગે મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા રજૂ કરાઇ

0
9

મુંબઈ,તા.૨
જમીન મેળવવાની લાંબી પ્રક્રિયાને કારણે બ્રિજના બાંધકામમાં થતા વિલંબને ટાળવા મહારાષ્ટ સરકારે નવી માર્ગદર્શિકા બનાવી છે. તાજેતરમાં રજૂ કરાયેલા સરકારી પરિપત્ર (જીઆર)માં જણાવ્યું હતું કે જે લોકો નિયમોનું પાલન કરશે નહીં તેમને દંડ ફટકારવામાં આવવા સહિતની કાર્યવાહી જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) દ્વારા કરવામાં આવશે.
‘મહારાષ્ટમાં જમીનની ફાળવણીમાં થતા વિલંબને કારણે અનેક બ્રિજના કામ રખડી પડ્યા છે. ઘણી વખત કમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ (કૅગ) દ્વારા આવું ન થવું જાઇએ એવું જણાવવામાં આવ્યું છે’, એમ જીઆરમાં જણાવાયું હતું. રોડ સુધી પહોંચવા માટે વિભાગીય એન્જિનિયરોએ પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવી જાઇએ. વિભાગને જ્યાં સુધી જમીન ન મળે ત્યાં સુધી બ્રિજના બાંધકામના ટેન્ડર બહાર પાડવા જોઇએ નહીં, એમ તેમાં વધુમાં જણાવાયું હતું.
જમીન સંપાદનની પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણે રાજ્યમાં અંદાજે ૭૫-૮૦ બ્રિજનું કામ અટકી પડ્યું છે. વિભાગ દ્વારા વિલંબિત પડેલા બ્રિજ અંગેની માહિતી મગાવવામાં આવી છે અને તેમની માટે જમીન મેળવવાના પ્રસ્તાવ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે, એમ પીડબ્લ્યુડીના એક અધિકારીએ જણાવ્યું હતું.
જાહેરનામું રજૂ કરાયાના છ મહિનામાં સરકાર પાસે સંબંધિત જમીન હોવી જોઇએ અને કામ તેના આગામી આઠ મહિનામાં પૂરું થઇ જવું ઇએ, એમ જીઆરમાં જણાવાયું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY