ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭ મીજન્મ જયંતિ નિમિત્તે આયોજકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટમાં દલિત સમાજના આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.દ્દિપ પ્રાગટય કરી ટેનિસ ક્રિકેટ ટુનાર્મેન્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય ભીમ ઇલેવન, સમલી અને જય ભવાની ટીમના સુકાનીઓ એ ટોસ ઉછાળી પ્રથમ મેચની શરૂઆત કરાઈ હતી.આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની ૧૯ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. દલિત સમાજના યુવાનોને સંગઠીત કરવા ના હેતુ થી હળવદ આંબેડકર ક્રિકેટ યુવા ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની તમામ મેચો શહેરના વિનોબા ક્રિકેટ મેદાન ખાતે રમાશે. તેમજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૪ એપ્રિલ એટલે કે ભારતના બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રમાશે. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા દલિત સમાજ ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ હળવદ
મો, 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






