વર્ષ 1983ની સાલમાં ડાયરેકટ પીએસઆઇ તરીકે ભરતી થયેલા ડિવાયએસપી એ.બી.વાટલિયાએ પોતાની ફરજકાળ દરમિયાન જામનગર જિલ્લા, મહેસાણા જિલ્લા, ગાંધીનગર જિલ્લા, સુરત શહેર, સુરત જિલ્લા, અમદાવાદ શહેર, વિગેરે જગ્યાએ પોતાની ફરજ સફળતા પૂર્વક બજાવેલછે.
DySP એ.બી.વાટલિયાએ જામનગર જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક, જામનગર શહેર તેમજ અમદાવાદ શહેર તથા સુરત શહેરના અગત્યના સંવેદનશીલ થાણાઓમાં પોતાની ફરજ બજાવેલ છે.
DySP એ.બી.વાટલિયા સરળ સ્વભાવના અને નિખાલસ અધિકારી તરીકે લોકોમાં અને પોલીસ ખાતામાં તથા મિત્ર વર્તુળમાં જાણીતા છે. તેઓએ જ્યા જ્યા નોકરી કરેલ છે, તે વિસ્તારમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે. થાણા ઇન્ચાર્જ તરીકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓનો વટ અને ગુન્હેગારો ઉપરનો અંકુશ પણ ગજબનો હતો.
જામનગર જિલ્લા,અમદાવાદ તેમજ સુરત શહેરના માથાભારે ગુન્હેગારો આજે પણ એ.બી.વાટલિયા સાહેબના નામથી પોતાની ગુન્હાખોરી છોડી દે, એ પ્રકારની ગુન્હેગારો ઉપર પકકડ તથા ધાક ધરાવતા અધિકારી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા DySP એ.બી.વાટલિયાના કાર્યાકાળ દરમિયાન કરેલા સારા કામોને બિરદાવી, તેઓ ક્યારેય નિવૃત થાય નહીં તેવું સક્રિય વ્યક્તિત્વ હોવાનું જણાવી, ભાવભીનું વિદાયમાન આપી, શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિદાય સમાંરંભમાં હાજર એવા DySP પ્રદીપસિંહ જાડેજા, બી.એસ.વસાવા, એમ.આર.શર્મા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા પણ શ્રી એ.બી.વાટલિયાને શુભેચ્છા સાથે ઉષ્મા ભરી વિદાય આપેલ હતી. *તેઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારના પો.સ.ઇ. એ.વી.પટેલ, એચ.વાય. અબ્બાસી, હે.કો. ઘનશ્યામભાઈ, હે.કો. ઘનશ્યામસિંહ તેમજ હે.કો. અરવિંદભાઈ પણ વય નિવૃત્ત થતા હોય, તેઓનો પણ વિદાય સમારંભ સાથો સાથ ગોઠવવામાં આવેલ હતો. આમ, એક સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં થી નિવૃત્ત થતાં, છ પોલીસ અધિકારીઓ/જવાનો નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.
DySP એ.બી.વાટલિયા કે જેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હોઈ, સુરેન્દ્રનગર ખાતે જ જન્મેલા, નોકરી કરેલા અને નિવૃત્ત થયેલા અધિકારી તરીકે અનોખો યોગ પણ સર્જાયેલહતો. આ વિદાય સમારંભમાં તેમના કુટુંબીજનો તથા તેમના માતૃશ્રી તથા પરિવારના સભ્યો ખાસ હાજર રહેલા હતા.
DySP એ.બી.વાટલિયાએ પોતાને સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા સમય નોકરી કરવા છતાં, ઉષ્માભર્યો વિદાય સમારંભ યોજવા તથા વિદાયમાન યાદગાર બનાવવા બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો આભાર માનેલ હતો અને પોતાના વિદાય સમારંભમાં ભાવ વિભોર થતા, લાગણીસભર દૃશ્યો સર્જાયેલા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેન્દ્રનગરના જાણીતા પ્રખ્યાત નિવૃત્ત પ્રોફેસર મહેન્દ્રભાઈ કલોતરા દ્વારા આગવી ઢબે કરવામાં આવેલ હતું.
નિવૃત્ત થયેલ ડીવાયએસપી એ.બી.વાટલિયા તા. 03.01.1983 માં ડાયરેક્ટ પીએસઆઇ તરીકે ભરતી થઈ, જુનાગઢ ખાતે ટે્નીગ લીધા બાદ, અમદાવાદ શહેર ખાતે પ્રથમ પોસ્ટિંગ કાલુપુર, બાદ નરોડા, નવરગપુરા, ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ ખંભાત તારાપુર હાઇવે ટૃાફીક, ગાધીનગર ડભોડા, અડાલજ, પેથાપુર, ખાતે ફરજ બજાવેલ હતી. તા. 06.06.2006 ના રોજ પો.ઈન્સ. તરીકે બઢતી મળતા, જામનગર ટૃાફીક તેમજ સુરત શહેરના પાડેસરા, ઉમરા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવ્યા બાદ, હિંમતનગર ટાઉન પી. આઇ. તરીકે ફરજ બજાવેલ હતી. બાદ સને 2014 માં ડીવાયએસપી તરીકેનું પ્રમોશન મેળવી, પ્રથમ ગાધીનગર એસસીએસટી સેલ, બાદ સુરત ગ્રામ્ય ડીવીજન અને છેલ્લે સુરેન્દ્રનગર ડીવીજનમાથી વય નિવૃત્ત થયેલ છે. આમ, તેઓની પોલીસ ખાતામાં સફર 1983 થી 2018 સુધી 35 વર્ષની સફર પાર કરેલ છે….._
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






