ટ્રેનોમાં ગેરકાયદે વધુ પડતું લગેલ લઈ જતું અટકાવવા ૮થી૨૨ જૂન વિશેષ અભિયાન ચલાવાશે

0
33

નિઃશુલ્કથી સીમાથી વધુ લગેજ લઈ જવા પર છ ગણો દંડ વસૂલ કરાશે
ન્યુ દિલ્હી,તા.૨
ટ્રેનોમાં મુસાફરોને ગેરકાયદે વધુ પડતું લગેજ લઇ જતા અટકાવવા માટે તા.૮ થી ૨૨ જુન સુધી વિશેષ જાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવનાર છે. જેમાં નિઃશૂલ્ક સીમાંથી વધુ લગેજ લઇ જવા પર ૬ ગણો દંડ વસુલવા તેમજ ઓછામાં ઓછો ૫૦ રૃપિયા દંડ કરવા સહિતના સખત પગલા લેવામાં આવશે.
આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ એસી પ્રથમ શ્રેણીમાં ૭૦ કિલો લગેજ મફતમાં લઇ જઇ શકાય છે તેમજ ૧૫ કિલો માર્જીનની છૂટ અપાઇ છે. તેવી જ રીતે એસી ટુ ટાયરમાં ૫૦ કિલો લગેજ મફત, એસી થ્રી ટીયર અને સ્લીપર ક્લાસમાં ૪૦ કિલો તેમજ દ્રિતિય શ્રેણીમાં ૩૫ કિલો લગેજ મફતમાં લઇ જઇ શકાય છે. આમાં ૧૦ કિલો વજનની માર્જીન છૂટ અપાઇ છે. આનાથી વધારે સામાન હશે તો છ ગણો દંડ વસુલવામાં આવશે.
નોંધપાત્ર છેકે ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરીમાં વતન તરફ જતા મુસાફરો તેમની સાથે મોટા પ્રમાણમાં સરસામાન લઇ જતા હોય છે. તેવા કિસ્સામાં નિઃશુલ્ક વજનની સીમાં બાદ માર્જીન વજનની પણ છૂટ અપાયેલી છે તેને પણ નિઃશૂલ્ક વજન સીમામાં સમાવી લેવાની માંગણી ઉઠવા પામી છે. આમ નિ-શૂલ્ક અને માર્જીન છૂટને ભેળવી દેવાથી રેલવે સ્ટેશનો પર મુસાફરોની હેરાનગતી ઓછી થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY