હિંમતનગરના જવાનગઢ ગામે બે ખુલ્લા કુવા છતાં તંત્ર નિંદ્રાધીન

0
13

ઇલોલ,તા.૭
હિંમતનગરના ઈલોલ ગામે થોડા દિવસ અગાઉ એક બાળક બોર કુવામાં પડી જવાથી મોતને ભેટ્યુ હતુ. ત્યારે હિંમતનગરના એક ગામમાં બે એવા કુવા છે કે જે ખુલ્લા છે. આ કુવાની નજીકમાં જ બે શાળા આવેલી છે. વારંવાર રજુઆત કરવા છતા પણ હજુ સુધી આ કુવો પુરાયો નથી.ત્યારે સવાલ થાય કે શું તંત્ર કોઇ દુર્ઘટના બને તેની રાહ જાઈ રહ્યુ છે.
જવાનગઢ ગામે આવેલા આ ખુલ્લા કુવો. અત્યાર સુધી ૩ લોકોને ભરખી ચૂક્્યો છે. વારંવાર રજુઆત કરવા છતા તંત્ર તરફથી કોઇ કામગીરી કરાઇ નથી. થોડા દિવસ અગાઉ ઈલોલમાં બાળક બોરવેલમાં પડતા બાળકનું મોત થઇ ગયું હતું. ત્યારે ૨ શાળાની નજીક આવેલો આ ખુલ્લો કૂવો ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે તેમ છે.
જવાનગઢ ગામે બે કુવા ખુલ્લા છે. જે શાળાથી માત્ર ૫૦ મીટરના અંતરે આવેલ છે આ કુવો અને ગામના બાળકો અહીંથી દરરોજ પસાર થાય છે તો આ ઉપરાંત બાળકો પણ કુવા પાસે આવેલ જગ્યાએ રમે છે. તો ભુતકાળમાં ૩ લોકો કુવામાં પડીને મોતને ભેટ્યા છે. આ ઉપરાંત ગામ લોકોએ અનેકવાર રજુઆતો કરી છે. પરંતુ કુવો હજુ પુરાયો નથી શુ તંત્ર હજુ પણ મોટી જાનહાની ની રાહ જાઈ રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY