ન્યુ દિલ્હી,તા.૨
ગૂગલ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત એક કરારમાંથી બહાર નીકળી ગયુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ઈન્ટરસેપ્ટના એક અહેવાલ મુજબ, ગૂગલે આ પગલું પોતાના કર્મચારીઓના વિરોધ બાદ ઉઠાવ્યું છે.
ગૂગલના ટોચના સૂત્રોનું કહેવું છે કે વરિષ્ઠ કાર્યકારી અધિકારી ડી. એન. ગ્રીને કર્મચારીઓને કહ્યુ છે કે આ કરારને આગામી વર્ષ માર્ચમાં સમાપ્ત થયા બાદ તેને આગળ વધારવામાં નહીં આવે. ગૂગલના ઘણાં કર્મચારીઓએ મેવન નામના આ પ્રોજેક્ટમાં કામ કરવાને કારણે રાજીનામું આપી દીધું છે અને ઘણાં કર્મચારીઓએ આના વિરોધમાં એક અરજી પર હસ્તાક્ષર પણ કર્યા છે. કર્મચારીઓને ડર છે કે આ પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જીવલેણ ઉપયોગની દિશામાં પહેલું પગલું છે.જો કે આના સંદર્ભે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





