નર્મદા જિલ્લામાં ૩૯ ટકા કુપોષિત બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું જિલ્લા કલેક્ટરની લાલ આંખ

0
58

યુવા વર્ગને જોડી મોનેટરીંગ માં કામે લગાડયા :સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને પોષણ માટે અનાજ વસ્તુઓ સહાયો મળતી ન હોય જેની નોંધ જિલ્લા કલેક્ટરે લીધી યુવાઓ ને કામે લગાડ્યા

રાજપીપલા :
જિલ્લામાં  નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ નું અભિયાન  છેડાયું છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા ના નેતૃત્વમાં જિલ્લાની ટિમ શિક્ષણ, આરોગ્ય, પાણી, સહીતની ચીજો ને પ્રાધાન્ય આપી જિલ્લા ને એક વિકાસ તરફ આગળ લઇ જઈ  રહયા છે. ત્યારે નર્મદા જિલ્લો કુપોષિતમાં ઘણો પાછળ છે અને ગુજરાત રાજ્ય માં 53 ટકા કુપોષણ ફેલાયેલું ત્યારે આ દુષણ નર્મદા જિલ્લામાં વધુ છે એક નાનકડા જિલ્લામાં 39 ટકા જેટલા બાળકો કુપોષિત, માતાઓ પણ કુપોષિત હોય સરકારે જેનામાટે ઘણી યોજનાઓ બનાવી છે પણ તેની અમલવારી બરોબર થતી નથી, આંગણવાડી કેન્દ્રોમાં આનાજ આવતું નથી જે સગર્ભા માતા અને ધાત્રી માતા ને મળતું નથી દૂધ પણ નિયમિત મળતું નથી ત્યારે આ અનાજ ના મળવું મળતી સહાય ના આપવી, ધાત્રી અને સગર્ભા માતાઓને ધક્કા ખવડાવવા, આઈ.સી ડી.એસ શાખા ની જવાબદારી છે કે આરોગ્યની છે કેમ આ બાબતે આધિકારીઓ ગંભીરતા દાખવતા નથી જે બાબત ની પણ નોંધ કલેક્ટરે લીધી અને આ બાબતે તમામ જગ્યાએ ચેકીંગ કરાવી નિયમિત આનાજ મળે સાથે સહાય પણ મળે જે બાબતે કલેક્ટરે તપાસ ના આદેશ આપી દેતા જિલ્લામાં દોડધામ મચી છે. 

આ બાબતે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા એ જણાવ્યું હતું કે નર્મદા કુપોષણ માટે સરકાર ચિંતિત છે અને જો નર્મદા માં પોષણક્ષમ આનાજ અને વસ્તુઓ ના મળતી હોય, સહાય પણ ના મળી હોય જેની નોંધ લઇ આધિકારીઓને સૂચના આપી છે અને પેન્ડિંગ કેશો નો નિકાલ કરે નિયમિત આનાજ મળે સાથે આમારી ટિમો ઓચિંતી વિઝીટ લેશે અને ગેરરીતિ ઝડપાસે તો એવાને બક્ષવામાં નહિ આવે તેમ જણાવતા આંગણવાડી માં ગોરખધંધા કરનારાઓમાં ફાફળાટ ફેલાયો છે. 

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY