મહાગઠબંધનમાં તિરાડ પડશે?માયાવતીએ ૮૦ લોકસભા સીટોમાંથી ૪૦ સીટ માંગી!!

0
18

વિપક્ષોનું મહાગઠબંધન બને તે પહેલા જ બેઠકોની વહેંચણીના મુદ્દે મતભેદો સપાટી પર
લખનઉ,તા.૨
૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષનું મહાગઠબંધન કરવાની વાતો ચાલી રહી છે. જોકે ગઠબંધન થાય તે પહેલા જ તેના પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાવા માંડ્યા છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતીએ આગામી લોકસભાની ચૂંટણી માટે ૮૦માંથી ૪૦ બેઠકો માંગવાની હિલચાલ શરુ કીરી છે. તાજેતરમાં કૈરાના લોકસભા અને નુરપુર વિધાનસભાની બેઠક પર વિપક્ષની જીત બાદ બીએસપીના સર્વેસર્વા માયાવતીના મૌનને લઈને અનેક અટકળો થવા માંડી છે.
માયાવતીના મૌનને દબાણ ઉભુ કરવાની રાજનીતિ તરીકે જાવામાં આવી રહ્યુ છે.જેનો મતલબ એ થાય છે કે માયાવતીએ પોતાની પાર્ટી માટે ગઠબંધન થાય તો ૪૦ લોકસભા બેઠકો ફાળવવાની માંગણી મુકી છે. સૂત્રોનું કહેવુ છે કે તાજેતરમાં માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓ સામે પોતાના આ પ્લાનનો ખુલાસો કર્યો હતો.
માયાવતીએ કાર્યકરોને કહ્યુ હતું કે ગઠબંધનમાં સન્માનજનક બેઠકો ફાળવવામાં નહી આવે તો બહુજન સમાજ પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે.
પહેલા ગઠબંધન માટે જે ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે પ્રમાણે જે બેઠકો પર જે પાર્ટીના ઉમેદવારો બીજા ક્રમે રહ્યા હોય ત્યાં તે પાર્ટીને બેઠક ફાળવવામાં આવે. જે પ્રમાણે જોવામાં આવે તો સમાજવાદી પાર્ટીના ખાતામાં ૩૧ અને બસપાના ખાતમાં ૩૪ બેઠો જાય છે.
જો માયાવતી તેનાથી વધારે બેઠકો માંગે તો સમીકરણમાં સમસ્યા સર્જાઈ શકે છે.કારણકે આરએલડી અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં બેઠકોનો હિસ્સો આપવો પડશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY