યુગાંડાની સંસદે સોશ્યિલ મિડિયાનો યુઝ કરનારાઓ પર ટેક્સ લાગુ કરવાની મંજૂરી આપી
કામ્પાલા,તા.૨
સોશિયલ મીડિયા આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયુ છે. તેવામાં ફેસબુક અને વાટ્સએપ તો સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફાર્મ છે. તેવામાં યુગાંડાની સરકારે ગાસિપ પર અંકુશ લગાવવા માટે અને ટેક્સ લેવાના હેતુ સાથે સોશિયલ મીડિયા પ્લૅટફાર્મ જેવા કે ફેસબુક, વાટ્સએપ, વાઇબર અને ટિવટર યુઝર્સ પર ટેક્સ લગાવવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર યુગાંડાની સંસદે સોશિયલ મીડિયાનો યુઝ કરનારાઓ પુર ટેક્સ લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાયદા હેઠળ જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે તેમણે દિવસના ૩ રૂપિયા ૩૬ પૈસાનો ટેક્સ આપવો પડશે.
સોશિયલ મીડિયા કાયદામાં ફેરફાર કરવાની પહેલ કરનાર દેશના રાષ્ટપતિ યોવેરી મુસેવેનીએ માર્ચમાં કહ્યુ હતું કે સોશિયલ મીડિયા ફાલતૂ વાતચીત અને અફવાને પ્રોત્સાહન આપે છે.
નાણામંત્રી માટિયા કાસૈજાને લખેલા પત્રમાં મુસેવેનીને ભારપૂર્વક કહ્યુ છે કે સોશિયલ મીડિયાથી મળતા ટેક્સથી દેશમાં ગાસિપિંગ અને અફવાઓના દુષ્પ્રભાવનો ઉકેલ મળશે અને સાથે જ દેશના વધતા રાષ્ટ્રીય દેવાને ચુકવણી કરવામાં મદદ મળશે.
આ નવા કાયદામાં તે જોગવાઇ પણ કરવામાં આવી છે કે મોબાઇલથી કરવામાં આવેલા ટ્રાન્જેક્શન પર પણ એક ટકા ટેક્સ આપવો પડશે. યુગાંડામાં ૨૦૧૬માં રાષ્ટપતિની ચૂંટણી વખતે રાષ્ટપતિ મુસેવેનીએ તેના પર પ્રતિબંધ મુકતા કહ્યુ હતું કે આ પગલું અફવાઓ ફેલાતી રોકવા માટે લેવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





