૧ જુલાઈથી ફરજિયાત થશે વર્ચ્યુઅલ આઈડી,યુઆઈડીએઆઈએ સમય મર્યાદા વધારી

0
32

ન્યુ દિલ્હી,તા.૨
આધાર ઓથોરિટી યૂઆઇડીએઆઇએ વર્ચુયુઅલ આઇડીને ફરજિયાત બનાવવાની સમય મર્યાદા ધારી દીધી છે. ઓથોરિટીએ તેના માટે ૧ જુલાઇ સુધીનો સમય આપ્યો છે. પહેલા તેના માટે ૧ જૂનનો સમય આપ્યો હતો. યૂઆઇડીએઆઇની સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, વર્ચ્યુઅલ આઇડીની વ્યવસ્થા લાગૂ કરવા માટે અમે તો તૈયાર છે પરંતુ બેન્ક અને ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય એજન્સીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા તેની સમય મર્યાદા વધારવામાં આવી છે.
અગાઉ આધાર ડેટા લીક થયો હોવાના અહેવાલો વચ્ચે યૂઆઇડીએઆઇએ વર્ચ્યુઅલ આઇડીની વ્યવસ્થા લાવી હતી. તેમાં તમારે જ્યાં પણ આધારની વિગતો આપવાની હોય છે. ત્યાં તમે તમારુ વર્ચ્યુઅલ આઇડી આપી શકશો.
આ રીતે આધાર નંબર અને અન્ય ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. વર્ચ્યુઅલ આઇડીની સુવિધા ૧ માર્ચથી શરૂ થઇ ચુકી છે. જા કે ૧ જુલાઇથી હવે તમામ એજન્સીઓ માટે વર્ચ્યુઅલ આઇડી ફરજિયાત બની જશે. અગાઉ તેના માટે ૧ જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી.
વર્ચ્યુઅલ આઇડી આધાર નંબરની જેમ જ અંકોનો એક સમૂહ હશે. આધાર નંબર જ્યાં ૧૨ અંકોનો હતો ત્વામાં વર્ચ્યુઅલ આઇડી ૧૬ અંકોનો હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY