રમઝાન માસમાં સહરી માટે લોકોને જગાડનારા પેલેસ્ટાઈનવાસીઓની ધરપકડ

0
25

યેરુશલેમ,તા.૨
યેરુશલમમાં ઈઝરાયલી પોલીસે રમઝાન માસમાં સહરી માટે લોકોને જગાડનારા પેલેસ્ટાઈનવાસીઓની ધરપકડ કરીને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. મુશારાતી તરીકે ઓળખાતા આ લોકો રમઝાન દરમિયાન શેરીઓમાં ફરીને લોકોને સહરી માટે જગાડતા હોય છે. મુશારાતી લોકોને ઉઠાડવા માટે સંગીતનો ઉપયોગ કરતા હોય છે.
મુસ્લિમો રોજા માટે સૂર્યોદય પહેલા ભોજન કરતા હોય છે અને તેને સહરી કહેવામાં આવે છે. આ મામલે યેરુશલમના કેટલાક યહુદી પરિવારોએ મુશારાતીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તેમની અટક કરીને દંડ ફટકાર્યો હતો. તો યેરુશલમમાં દૂતાવાસ શરૂ કર્યા બાદ અમેરિકાએ યુએનએસસીમાં પેલેસ્ટાઈનવાસીઓની સુરક્ષા માટે લાવવામાં આવેલા એક પ્રસ્તાવને પણ વીટો કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈઝરાયલ દ્વારા અયોગ્ય રીતે કરવામાં આવતી સૈન્ય કાર્યવાહી અને ગાઝા તરફથી ઈઝરાયલી નાગરિક વિસ્તારો પર રોકેટ હુમલાની નિંદા કરવામાં આવી છે. જાકે અરબી દેશો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં પેલેસ્ટાઈની સંગઠન હમાસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY