આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ ન મળતા ૫થી ૬ વર્ષના બાળકોએ શરૂ કર્યું આંદોલન

0
37

ગોંડલ,તા.૨
રાજ્યમાં વેકેશન પૂરું થયા બાદ વાલીઓ પોતાના બાળકોને લઇને વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે જઇ રહ્યાં છે, સરકારના આદેશ બાદ પણ જાણે ખાનગી શાળાઓને કોઇ કદર ન હોય તેમ વર્તન કરી રહી છે, કેટલીક શાળાઓ આરટીઇ એક્ટ હેઠળ ગરીબ બાળકોનો વારો આવ્યા બાદ પણ પ્રવેશ આપી નથી રહીં, આવું જ ગોંડલની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે, આ વાલીઓએ પોતાના ૫થી ૬ વર્ષના બાળકોને સાથે રાખી ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે.
ગોંડલમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ દ્વારા છડે ચોક નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ લઇને વાલીઓએ શિક્ષણાધિકારીનો દ્વાર ખખડાવ્યો હતો, જ્યાં તેઓએ આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાનો અનુરોધ પણ કર્યો, પરંતુ અહીં પણ તેઓએ યોગ્ય ન્યાય ન મળ્યો. છેલ્લે તેઓએ પોતાના બાળકોને સાથે રાખી આંદોલન કરવાનું નક્કી કર્યું.
શિક્ષણાધિકારીની ઓફિસના બે દિવસ સુધી ચક્કર લગાવ્યા બાદ કોઇ પગલા ન લેવામાં આવતા વાલીઓએ બાળકોને સાથે રાખી આંદોલન છેડ્યું હતું. ગોંડલમાં રહેતા ૫૭ જેટલા વાલીઓ દ્વારા આરટીઇ હેઠળ સેન્ટ મેરી સ્કૂલમાં પોતાના સંતાનો માટે એપ્લિકેશન આપવામાં આવી હતી, આરટીઇના નિયમો મૂજબ તેમનો વારો પણ આવ્યો પરંતુ ગોંડલ સેન્ટ મેરી સ્કૂલ દ્વારા પ્રવેશ આપવાની ચોખ્ખી મનાઇ કરી દેવામાં આવી. ૫૭ વાલીઓ દ્વારા પોતાના બાળકોને સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. જા ૫૭ બાળકોનું ભવિષ્ય બગડશે તો તેની જવાબદારી જે-તે તંત્રની રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું. ભવિષ્ય તો દૂર અત્યારથી જ ન્યાય માટે આંદોલનની ફરજ પડતાં ૫થી ૬ વર્ષના બાળકોના મનમાં કેવી અસર પડશે ?
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY