દારૂમાં ઝડપાયેલા યુવકની પોલીસ મારથી બન્ને કિડની ફેલ થવાનો આક્ષેપ

0
35

સુરત,તા.૨
નાનપુરા માછીવાડમાં રહેતા યુવકની પોલીસે દારૂ સાથે ઘરપકડ કરી હતી. બાદમાં પોલીસે તેને માર મારતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બન્ને કિડની ફેલ થતાં પોલીસ પર યુવક અને પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે, પોલીસ દમનના કારણે તેની કિડની ફેલ થઈ છે.
નાનપુરા માછીવાડ ખાતે રહેતા કપિલ પટેલ નામના યુવકની પોલીસે દારૂની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. બાદમાં તેની હાલત કથળતાં સારવાર માટે હાલ મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બન્ને કિડની ફેલ હોવાનું તબીબોએ જણાવતાં યુવકે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રૂપિયા આપ્યા બાદ પણ પોલીસે માર માર્યો હતો. જેના કારણે તેની કિડની ફેલ થઈ ગઈ છે. અને આ કેસમાં હોસ્પિટલ તંત્ર દ્વારા અગાઉ એમએલસી ન કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. વિકલાંગ બહેન અને માતા સાથએ રહેતા કપિલ પટેલ પર જ ઘરની જવાબદારી છે ત્યારે હાલ તેની નાજુક સ્થિતી હોવાનું સામે આવી રહ્યુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY