મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક બાઇક સ્લીપ થવાથી મહિલાનું મોત

0
151

મુન્દ્રા : મુન્દ્રાથી વવાર જઇ રહેલી બાઇક સ્લીપ થવાથી માથામાં થયેલ ઇજાના કારણે વવારની મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે.

મુન્દ્રા તાલુકાના વવાર ગામના મેઘરાજ રાણાભાઇ ગઢવી અને સોનબાઇ ગોવિંદ ગઢવી બાઇક દ્વારા મુન્દ્રાથી વવાર જઇ રહયા હતા. ત્યારે રસ્તામાં ગુંદાલા ગામ પાસે આવેલ રામાપીરના મંદિર પાસે બાઇક સ્લીપ થવાથી સોનબાઇ ગઢવીને માથાના ભાગે ઇજા થઇ હતી. પ્રથમ સારવાર માટે મુન્દ્રામાં મીન્મસ હોસ્પિટલ લઈ ગયા ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ લઇ આવતાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યો. આ બાબતે આગળની તપાસ હાથ તજવીજ ધરવામાં આવી છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

જંગે-એ-ગુજરાત ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નીમવાના છે     સંપર્ક કરો
મો.૯૯૭૮૪૦૬૯૨૩

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY