રાજપીપલા શહેરમાં વરસાદ પહેલાજ મામૂલી પવનમાં  પ્રિ મોન્સૂન ની પોલ છતી થઈ ,આખું ચોમાસુ શું થશે..?

0
70

રવિવારે વહેલીસવારે મામૂલી પવન આવતા વીજળી ગુલ થતા પ્રિમોન્સુન કામગીરી પર અનેક સવાલ,ફરિયાદ સેન્ટર નો ફોન ક્યારેય લાગતો નથી  

રાજપીપળા: નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે થોડા દિવસ પહેલાજ વીજ કંપની દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવા છતાં રવિવારે વરસાદ આવતા પેહલા મામૂલી પવન આવતાજ વીજળી ના ધાંધિયા જોવા મળતા પ્રિમોન્સુન પર અનેક સવાલ ઉભા થયા હતા જોકે પવન ના કારણે આકરી ગરમી માં રાહત હતી પરંતુ પ્રિમોન્સૂન માટે આઠ કલાક વીજ પુરવઠો બંધ રાખી વીજ કંપની દ્વારા કેવી કામગીરી કરવામાં આવી હતી એ બાબત આજે ટાઉનમાં ભારે ચર્ચા રહી હતી 

મોટા મોટા વીજ બીલો પકડાવી ગ્રાહકો ને યોગ્ય સર્વિસ નહિ આપતા વીજ કંપનીના સત્તાધીશો પર ગ્રાહકો અકળાઇ ઉઠ્યા છે ત્યારે વીજ કંપની ક્યારે યોગ્ય સર્વિસ પુરી પડશે એ કેહવું મુશ્કેલ છે પરંતુ હાલ તો રાજપીપળા માં લોકો લાઈટ વગર અંધારા માં ગરકાવ થઈ ગયા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગે-એ-ગુજરાત ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નીમવાના છે     સંપર્ક કરો 
મો.૯૯૭૮૪૦૬૯૨૩

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY