ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ની સરહદોને અડી ને આવેલ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે આવેલ ઐતિહાસિક શિવાલય મંદિર કે જે નર્મદા ડેમ બનતા ડૂબાણમાં ગયું હતું. 18 વર્ષ બાદ ચાલુ વર્ષે નર્મદા નદી માં પાણી ઘટતા મંદિર બહાર આવ્યું છે. જેથી છેલ્લા ત્રણ મહિનાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ હાફેશ્વર ખાતે આવી નર્મદા નદીમાં નાવડી કે બોટ મારફતે કોઈપણ સલામતી વિના મંદિરે આવતાજતા હતાં. 1 લી જૂને જિલ્લા કલેકટર સુજલ મયાત્રા એ હાફેશ્વર ની મુલાકાત લીધી ત્યારે અવલોકન કર્યું કે લોકો કોઈપણ સલામતી વિના ગેરકાયદેસર ચાલતી બોટ અને નાવડીઓ માં મુસાફરી કરે છે. જેમાં જીવનું જોખમ રહેલું છે. તો કોઈ જાનહાની કે અકસ્માત ના સર્જાય, લોકોની સલામતી જળવાય તે ધ્યાને લઈ જિલ્લા કલેકટરે તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર ચાલતી નાવડીઓને બંધ કરવા આદેશ કરતા કવાંટ મામલતદારે હાફેશ્વર સરપંચ ને પત્ર લખી તાત્કાલિક કોઈપણ જાતની મંજૂરી કે નોંધણી વિના ચાલતી નાવડી અને બોટ બંધ કરવા જણાવેલ છે, ભવિષ્યમાં જો કોઈ અકસ્માત સર્જાય તો એની જવાબદારી પંચાયતની રહેશે તેમ જણાવેલ છે. સાથેસાથે નર્મદા કિનારે લાગેલી હંગામી દુકાનોને હટાવવાનો પણ આદેશ કરેલ છે.



રિપોર્ટર .નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087
જંગે-એ-ગુજરાત ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નીમવાના છે સંપર્ક કરો
મો.૯૯૭૮૪૦૬૯૨૩
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






