નર્મદા માં પ્રથમ વરસાદે એક વ્યક્તિ અને બે પશુ ના ભોગ લીધા 

0
72

નર્મદા જિલ્લા માં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું ડેડીયાપાડા માં 11 અને સાગબારા માં 46 મી.મી.વરસાદ નોંધાયો

રવિવારે વહેલી સવારથી વાવાજોડું આવતા અમુક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થતા વીજળી ગુલ થઈ

રાજપીપળા: નર્મદા જિલ્લા માં રવિવારે વહેલી સવારે અચાનક વાતાવરણ માં પલટો આવતા વાવાજોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ડેડીયાપાડા ખટદ સવારે 6 થી 8 દરમિયાન 11 મી.મી. અને સાગબારા માં 46 મી.મી.વરસાદ નોંધાયો હતો ત્યારે રાજપીપલા સહીત અન્ય જગ્યા એ મેઘરાજા રિસાયેલા રહ્યા હતા અચાનક વાવાજોડું આવતા અમુક જગ્યા એ વૃક્ષો ધરાશાઈ થયા હતા જયારે રાજપીપળા સહીત ઘણી જગ્યા એ લાઈટો ગુલ થતા વીજ કંપની દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરી ની પોલ છતી થઈ હતી જોકે રાજપીપળા માં મામૂલી પવન માં પણ રવિવારે વીજ પુરવઠો બે વાર ખોરવાતા લોકો અકળાઈ ઉઠ્યા હતા.બપોર બાદ ફરી આકરી ગરમી રહેતા લોકો શેકાયા હતા .

નર્મદા માં વાવાજોડા સાથે વરસાદ માં એક વ્યક્તિ અને બે પશુઓ ના મોત

  1. નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા અને સાગબારા ખાતે ગત રાત્રે અચાનક વાવાજોડા સાથે વરસાદ આવતા પ્રથમ વરસાદ માંજ ડેડીયાપાડા ના મોટી બેડવાણ ગામે એક ઘર પડતા ઘર નીચે દબાઈ જતા અભેસિંગ વસાવા નામના વ્યક્તિનું મોત થયું હતું જયારે કુકરદા ગામે વીજળી ત્રાટકતા ઉકળભાઈ તડવી નામના ખેડૂત ના બે બળદો ના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY