પોલીસી સમીક્ષાના પરિણામ પહેલા બજારમાં મંદીનુ મોજુ

0
31

મુંબઇ,
શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આરબીઆઈની ૨૦૧૮-૧૯ની બીજી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ પહેલા કારોબારીઓ સાવધાન રહ્યા હતા. છઠ્ઠી જૂનના દિવસે આ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સેંસેક્સ આજે ૧૦૯ પોઇન્ટ ઘટીને ૩૪૯૦૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૫ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો ભારતી એરટેલ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં સૌથી વધુ નુકસાન જાવા મળ્યું હતું. તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો એશિયન શેરબજારમાં મંદી રહી હતી. એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ૦.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે કોસ્પીમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા ગયા ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.વૈશ્વિક પરિબળોની વાત કરવામાં આવે તો યુએસ જાબ ડેટાનો સમાવેશ થાય છે. અમેરિકી અર્થતંત્રમાં મે મહિનામાં મજબૂત ગતિથી નવા જાબ ઉમેરવામાં આવ્યા છે. નોન ફાર્મ પેરોલમાં ૨૨૩૦૦૦નો વધારો થયો છે. બેરોજગારીનો દર ઘટીને ૩.૮ ટકા થયો છે જે ૧૮ વર્ષની નીચી સપાટી છે. મૂડીરોકાણકારો જી-૭ની બેઠક ઉપર પણ નજર રાખી રહ્યા છે જેમાં કેનેડા અને ફ્રાંસની મિટિંગ થનાર છે. આ બેઠકમાં આયાત ટેરિફને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૫ પોઇન્ટ ઘટીને ૩૫૦૧૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૨૮ની નીચી સપાટીએ રહ્યો હતો. આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે છે કે કેમ તેના ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારોબારી હાલમાં દિશાહિન થયેલા છે. આરબીઆઇની પોલીસી સમીક્ષા અને મોનુસનની પ્રગતિ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. પોલિસી સમીક્ષા ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY