ભુજ :
શહેરના સંજોગનગર મોટાપીર વિસ્તારમાં રહેતા ટ્રેકટરોની કંપનીના ડીલરે વ્યાજના વિષચક્રમાં ફસાઈ વ્યાજંકવાદીઓથી કંટાળી કેરોસીન ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ભુજમાં ટૂંકાગાળામાં જ વ્યાજંકવાદનો બીજો કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સંજોગ નગર મોટાપીર ચાર રસ્તા પાસે રહેતા અને વ્યવસાયે ટ્રેકટરોની ડીલરશિપ ધરાવતા ફારૂકખાન કરીમખાન પઠાણને તેમની આસપાસ રહેતા માથાભારે લોકો માનસિક ત્રાસ આપતા અને ઉઘરાણીના ફોન આવતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આજે બપોરે ૩:૩૦ વાગ્યાની આસપાસ કેરોસીન ગટગટાવી લેતા તેમને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના ભૂતકાળમાં જ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક આરટીઓ એજન્ટે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમાં ભુજના કુખ્યાત વ્યાજખોરોના નામ ખૂલ્યા હતા.એ પ્રકરણના ટૂંકાગાળામાં જ વ્યાજખોરોના ત્રાસનો બીજો બનાવ સામે આવતા વ્યાજખોરોને કાયદાનો ડર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આ બનાવના પગલે આગળની તપાસ એ ડિવિઝન પોલિસ ચલાવી રહી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






