કોન્ટ્રાકટર અને નર્મદાના જવાબદાર અધિકારીઓ એકબીજાની મિલીભગત થી સરકારના લાખો રૂપિયા ગજવામાં ભરી રહ્યા છે,
વાવ ના મહિલા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ને પણ આ કેનાલની જાત તપાસ કરે તેવી માંગ..
અહેવાલ તસ્વીર રાજુજી ઠાકોર, સુઇગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો માં કેનાલો ના રિપેરીગ નવા રસ્તા ઓ નાં કામોની હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.પરંતુ આ કામો કોન્ટ્રાક્ટરો ના ભરોસે ચાલી રહ્યાં હોઇ કોન્ટ્રાક્ટરો પોતાની મરજી મુજબ કામ કરી રહ્યા છે, એ.સી.ઓફિસો માં બેસનારા નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને ઓફિસમાં જ પોતાની ટકાવારી મળી જતી હોવાને કારણે કેનાલો પર ચાલતા કોઈ પણ સ્થળ ની મુલાકાત લેતા નથી, પરિણામે અધિકારીઓના ચારેય હાથ માથે હોવાને કારણે કેનાલ ના રીપેરીંગ, રોડ ની કામગીરીમાં મનફાવે તેમ કામ કરી ભય વગરનો ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાં થી ગજવા ભરી રહ્યા છ
વેજપુર બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી ચેમ્બુવા ડિસ્ટી કેનાલ ઉપર પાંચ કિ. મી નો કેનાલ સાઇડમાં રોડ બની રહ્યો છે, જે માં મેન્ટલ ની જગ્યાએ ધૂળ પાથરી દેવામાં આવી છે, છતાં જવાબદાર નર્મદાના અધીકારી ઓને રોડના ચાલતા કામના સ્થળે મુલાકાત લેવાનો પણ સમય નથી મળતો, અથવા તપાસ અર્થે આવનારા નર્મદાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે ટકાવરીનું સેટિંગ કરેલું હોવું જોઈએ અન્યથા આવી ખરાબ કામગીરી શા માટે થવા દે?? આ રસ્તો ની થઈ રહેલી કામગીરીમાં સરકાર ના પરિપત્ર ને કોન્ટ્રાકટર અને અધીકારી બને ભેગા મળી ને જાણે પી જતા હોય તેમ લાગી રયુ છે ટેન્ડર ભરનાર કંપનીઓ એ ટકાવારી લઈ અન્ય કોન્ટ્રાક્ટરોને કામ કરવા આપેલું હોઈ આવા વચેટીયા કોન્ટ્રાક્ટરો નર્મદાના અધિકારીઓ ની મહેરબાની થી મનફાવે તેમ કામગીરી કરી સરકારી નાણાં થી ઘર ભરવાનું કામ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો કેનાલોની કામગીરી ખરાબ કરી રહ્યા છે તો શુ આમાં નર્મદાના અધિકારીઓને મોટી કટકી મળતી હશે??એવો સવાલ આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે, જો નર્મદાના અધિકારીઓ કાંઈ જ ન લેતા હોય તો કેમ કોન્ટ્રાક્ટરો ને મનફાવે તેમ કામ કરવાની છૂટ આપે છે?? અધીકારીઓ જ્યાં કામ થઈ ચાલી રહ્યું છે ત્યાં આવતાજ નથી અને AC માં બેસી ને તેમનો હિસો મેળવી લેતા હોય તેવું લોકો માં થતી ચર્ચા જો સાચી ન હોય તો નર્મદાના અધિકારીઓ કેમ કોન્ટ્રકટરો પાસે ટેન્ડરની શરતોને આધીન કામ કરાવતા નથી?? કેનાલોની ખરાબ કામગીરીના બદલામાં મળતી કટકીનો હિસ્સો છેક ઉપલા અધીકારીઓ સુધી પહોંચે છે કે શું?? ખરાબ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો અને ભાગબટાઈ માં સામેલ અધીકારી ઓ ની વિજિલન્સ તપાસ થાય તો સરકારના કરોડો રૂપિયા ઘર ભેગા કરનાર ને જેલ ની હવા ખાવાનો વારો આવે તેમ છે,એ.સી ઓફિસમાં બેસનારા નર્મદા વિભાગ ના અધીકારી ઓ ની ACB તપાસ કરે તો કેટલાય અધીકારી ઓ ની પોલ ખુલી જશે, અને કટકીથી વસાવેલી કરોડોની બેનામી સંપત્તિ નો પર્દાફાશ થાય તેમ છે, ત્યારે નર્મદાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરહદી સુઇગામ,વાવ,થરાદ,ભાભર તાલુકામાં ચાલતા નર્મદાના કામોની સ્થળ તપાસ કરાય તેવી માંગ છે, અને આ વિસ્તારના જાગૃત મહિલા ધારાસભ્ય દ્વારા પણ નર્મદાની કેનાલો પર ચાલતી કામગીરી ની જાત તપાસ કરાય તેવી સરહદી ખેડૂતોની લાગણી સાથે માગણી છે,

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







