કચ્છમાં દારૂ જુગાર પર પોલીસની ધોંસ જારી, ભુવડમાંથી બે દેશી દારૂના ધંધાર્થી પકડાયા

0
51

બોર્ડર રેન્જના આઈજી પિયુષ પટેલના આદેશથી કચ્છમાં દારૂ જુગારની પ્રવૃત્તિ પર પોલીસની ધોંસ સતત જારી છે.આજે આર.આર.સેલની પેટ્રોલીંગ દરમ્યાન અંજારના ભુવડમાંથી દેશી દારૂના ગેરકાયદેશર વેચાણ માટે લઈ જતા ઝડપાયા હતા.
પૂર્વ કચ્છમાં દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવા આરઆર સેલની પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે અંજાર પોલીસ સ્ટેશનની હદમાં ભુવડ ગામની સીમમાં રેડ કરતા હરી તેજા ઝરૂ (આહીર) ઉ.વ.૩૯ અને રમેશ વેલા પરમાર, ( ગુજ્જર).ઉ.વ.૩૪, રહે બંને ભુવડ.દેશી દારૂના ૪૪૦લીટરના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.પોલીસે પીકઅપ મેકસ વાહન, જીપ નં.જીજે ૧૨ એવાય ૬૨૯૩ કિંમત રૂ.૧૦૦,૦૦૦/- દેશી દારૂ ૪૪૦ લીટર કિંમત રૂ.૮૮૦૦/- દેશી દારૂ બનાવવાનો આથો ૨૮૦૦ લીટર જેની કિંમત રૂ.૫૬૦૦/- તથા ભઠ્ઠીના સાધનો જેની કિંમત રૂ.૨૦૦/- એમ કુલ રૂ.૧,૧૪,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને અંજાર પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતા.આ કાર્યવાહીમાં આરઆર સેલના પીએસઆઈ એ.એસ રબારી, એએસાઈ કિરીટસિંહ ઝાલા, અબ્દુલ સતાર સમેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ સરવૈયા, દિનેશ ભટ્ટી, ડ્રાઇવર મજીદ સમા વગેરે જોડાયા હતા.

બ્યુરો કચ્છ : બિમલ માંકડ 78746 35092

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY