ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં યુવતીની મશ્કરી કરતા યુવાનને ઠપકો આપવા જતા પિતા ઉપર કરાયો હુમલો….

0
106

ભરૂચ:
ભરૂચ શહેરમાં જૂની મામલતદાર ઓફિસ પાસે આવેલ સોનતલાવડી વિસ્તારમાં રહેતી યુવતી ની યુવક દ્રારા મશ્કરી કરાતાં યુવતીના પિતા દ્રારા યુવાનને ઠપકો આપવા જતાં ઉશ્કેરાએલ યુવાન સહિત અન્ય તેના સાથીઓએ હુમલો કર્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ જૂની મામલતદાર ઓફિસ ની બાજુમાં આવેલ સોન તલાવડી વિસ્તારમાં નરેશ ડાહ્યા દંતવાણી અને તેની દીકરી સાથે રહે છે. આજ રોજ સાંજના નરેશની દીકરી ઘરમાં હોઈ ત્યાંજ રહેતાં જીગર નામના યુવક દ્રારા તેનીની મશ્કરી કરાતાં જે અંગેની વાત દીકરીએ પિતા નરેશને જણાવતા પિતાએ દીકરીની મશ્કરી બાબતે જીગરને ઠપકો આપવા જતાં જીગર અને બીજા અન્ય સાથીઓએ ભેગા મળીને નરેશ પર હુમલો કરી મારા માર્યો હતો.અને તેઓમાંથી કોઈ એક જણાએ તીક્ષ્ણ હથિયાર વડે નરેશની છાતીના ભાગે ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ નરેશને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો. બનવાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે સિવિલ હોસ્પિટલ પર પહોંચી ફરિયાદીની ફરિયાદ નોંધી વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY