રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કચેરી ભરૂચ દ્રારા રક્તપિત્ત મુક્ત કરવા મિટિંગ યોજાઈ.

0
21

આજ રોજ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જિલ્લા રક્તપિત્ત કચેરી ભરૂચ દ્રારા ભરૂચ જિલ્લાને વર્ષ ૨૦૧૯ સુધીમાં રક્તપિત્ત મુક્ત કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત અધિકારીના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના ભાગ રૂપે મળેલ મિટિંગમાં રક્તપિત્ત અધિકારી ડો,હિના ધ્રુવ દ્રારા હજાર રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોને વર્ષ ૨૦૧૯માં રક્તપિત્ત રોગની નાબુદી કરવા અને આ રોગને ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ મિટિંગમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા રક્તપિત્ત મુક્ત બનાવવા સંમતિ દર્શવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY