ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ.

0
1665

હવાલાના રૂપિયા 17 લાખ સાથે એક આરોપીની ધરપકડ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ગત રાત્રીના એ ડિવિઝન પોલીસ મથક ની હદમાંથી હવાલા ના ૧૭ લાખ રૂપિયા સહિત એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ ની મળતી માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ સુનિલ તરડે અને પીએસઆઈ જે.જે.ધડુક ને બાતમી મળેલ હતી કે ભરૂચ સ્ટેશન થી પાંચબત્તી વિસ્તારમાં એક ઈસમ મોટી રકમ લઈને પસાર થવાનો છે જે અંગે એલ.સી.બી પીએસઆઇ અને પોલીસ સ્ટાફ વોચમાં હતા તે દરમ્યાન એક મોટર સાયકલ નંબર જીજે-૧૬- બીએફ-૨૦૪૨ પર એક ઈસમ સાકીર યાકુબ પટેલ,રહે, કરમાડ,મોટી ખડકી,જુમ્મા મસ્જિદ પાસેના ઓને સી.પોપટલાલ જવેલર્સ પાસે રોકી તેના પાસેના કાળા કલરના થેલાની તલાસી લેતાં તેમાંથી અલગ અલગ ભારતીય ચલણી નોટો મળીને કુલ ૧૭ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

સાકીર પાસેથી મળેલ રૂપિયા અંગે પૂછતાં તેની પાસે રૂપિયા અંગે કોઈ પુરાવા મળી નહીં આવતાં અને સંતોષ કારક જવાબ પણ મળી આવતાં પોલીસ દ્રારા સાકીરની crpc કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી તેની પાસેથી સેમસંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ અને મોટર સાયકલ કિંમત ૪૦,૦૦૦ હજાર મળી કુલ ૧૭,૫૦,૦૦૦ રૂપિયા સાથે અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં આ રૂપિયા જાવેદ નામના ઈસમે ભરૂચ સ્ટેશન પર આવેલ હોટલ પાસે આપી ગયો હોવાની કબૂલાત કરી હતી.

જે અંગે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા જાણવા મળતી માહિતી મુજબ આ રૂપિયા હવાલા ના હોઈ અને વિદેશ થી ભરૂચ લાવવામાં આવ્યા હોવાની વાત જણાવી હતી.જે અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY