હાલ મોરબી રહેતા અને મૂળ જોડિયા તાલુકાના જશાપર ગામના વતની પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા નામના ઉદ્યોગપતિએ દોઢ માસ પૂર્વે વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે રાત્રીના સમયે પોતાના ઘરે કારમાં વાંકાનેર હાઈવે પરથી જતા હોય ત્યારે મ્રુત્યુ નો ભય બતાવવા કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટ્યો હતો. અને બાદમાં તેણે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર શખ્શે જણાવ્યું હતું કે તને અને તારા પરિવારને ઊડાડી દઈશ કહીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

જે ફરિયાદ બાદ મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી પીઆઈ એસ.એન.સાટી સાહેબ ની ટીમ તથા એલસીબી ટીમ તેમજ વાંકાનેર પોલીસ પ્રયત્નશીલ હતી જેમાં એસઓજીના ફારૂકભાઈ પટેલને મળેલી ખાનગી બતમીઓને આધારે આરોપી હિતેશ જસમત ગામી જાતે પટેલ (ઊવ ૩૬) અને ઘનશ્યામભાઈ કચરાભાઈ વરમોરા (ઊવ ૪૩) રહે. બંને નવી પીપળી ગામ વ્રુંદાવન સોસાયટી તા.જી.મોરબી વાળાને મોરબી માળિયા ચાર રસ્તા નવા બનેલ પુલ પાસેથી ઝડપી લઈને મોટરસાયકલ જીજે ૦૩ સીજે ૯૪૨૧ કીમત ૧૫ હજાર અને બે મોબાઈલ કીમત ૧૦ હજાર રૂપિયા સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે.
ખંડણી કેસના આરોપીને ઝડપી લેવાની કામગીરીમાં એસઓજી સ્ટાફના અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા સહિતના જોડાયેલા હતા
રિપોર્ટ :- સુરેશભાઈ સાકરીયા – મોરબી
પોલીસ સમન્વય ન્યૂઝ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




