પંચમહાલના કોઠમ્બા પો.સ્ટે.ના એ એસ આઈ ને દસ હજારની લાંચના કેશમાં સાત વર્ષની સજા અને દંડ 

0
201

એ એસ આઈ જીતેન્દ્ર પારેખ વિરુદ્ધ પંચમહાલ એ સી બી માં ગુનો નોંધાયો હતો જેથી આજે આ કેશ ચાલી જતા મહીસાગર કોર્ટે આરોપી જીતેન્દ્ર પારેખ ને સાત વર્ષ ની સજા તથા પચાસ હજાર નો દંડ ફટકારતા પોલીસ બેડા માં ફફડાટ

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા ના કોઠમ્બા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ એસ આઈ જીતેન્દ્ર પુર્ષોત્તમદાસ પારેખ ( અનાર્મ્ડ – એ એસ આઈ ,બીટ નં.1 કોઠમ્બા પોલીસ સ્ટેશન ) વિરુદ્ધ પંચમહાલ એ સી બી પો.સ્ટે .ગુ.રજી.નં.1/2012 થી ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે સ્પે.એ સી બી કેસ નં.6/2017 ના કામે આરોપી એ એસ આઈ કેશ ચાલી જતા મહીસાગર ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટ ના જજ એ આજે તારીખ 7-6-18 ના રોજ આરોપી જીતેન્દ્ર પારેખ ને સાત વર્ષ ની સખત કેદની સજા તથા પચાસ હજાર રૂપિયા ના દંડ ની સજા નો હુકમ કરતા પોલીસ બેડામાં  ફફડાટ ફેલાયો હતો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY