વાશિંગ્ટન,તા.૭
અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રિયલ્ટી ટીવી સ્ટાર કિમ કરદાશિયાની ભલામણ બાદ આજીવન કેદની સજા કાપી રહેલી એક મહિલા કેદીને સજામાફી આપી છે. ૬૩ વર્ષીય એલિસ મેરી જોનસન નામની મહિલાને બિનહિંસક માદક પદાર્થ હેઠળની જોગવાઈઓ હેઠળના ગુનામાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી.
એલિસ મેરી જોનસન ૨૨ વર્ષથી જેલમાં બંધ છે. કરદાશિયાંએ ગત સપ્તાહે ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને કોકેઈનની સ્મગલિંગમાં દોષિત ઠરેલી મહિલા કેદીની મુક્તિ માટે અપીલ કરી હતી. કરદાશિયાંએ જોનસનની સજા માફીનું સ્વાગત કરતા ટિવટ કરીને કહ્યુ હતું કે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર..
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






