સગીર વય યુવતીને ભગાડી જનાર આરોપી ને પકડી પાડતી પાણસીણા પોલીસ

0
117

ગઈ તા. 13.05.2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામ ખાતે રહેતા અને મજૂરી કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને ભોયકા ગામનો જ આરોપી કિરણભાઈ કાળુભાઈ પરમાર દેવીપૂજક લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કિરણભાઈ વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ લીંબડી સર્કલ પી.આઈ. એસ.પી.વસુનિયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ ભોગ બનનાર સગીર છોકરીની પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલ હતી. પરંતુ, આરોપી કિરણભાઈ કાળુભાઈ પરમાર દેવીપૂજક આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને નાસતો ફરતો હતા. આમ, તે સંબંધે તપાસ કરવા છતાં આરોપીનો કોઈ પતો લાગતો ના હતો.

ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી…_

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એસ.પી.વસુનિયા તથા સ્ટાફના પો.સ.ઇ. અમિનાબેન ગોરી, હે.કો. મહેન્દ્રસિંહ, પો.કો. મિતુલભાઈ, ડ્રાઇવર યોગેશભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી, આરોપી અને ભોગ બનનારની તપાસમાં પાછળ સગડ દબાવતા, આરોપીને પોલીસ પોતાની તથા ભોગ બનનારની તપાસમાં પાછળ પડેલ હોવાની જાણ થતાં, પોલીસની ઘોંસ વધતા, આ ગુન્હાના આરોપી કિરણભાઈ કાળુભાઈ પરમાર દેવીપૂજક ઉવ. 22 રહે. ભોંયકાં તા. લીંબડી જી. સુરેન્દ્રનગર તથા સગીર ભોગ બનનારને લઇ સામે ચાલીને પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતાં, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી કિરણ કાળુભાઈ પરમાર દેવીપૂજકની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એસ.પી.વસુનિયા તથા સ્ટાફ દ્વારા આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. આરોપી વોન્ટેડ હતો તે દરમિયાન કયા કયા રોકાયેલ હતો..? અન્ય કોઈની મદદગારી છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સર પૂછપરછ હાથ ધરી,વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એસ.પી.વસુનિયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આમ, પાણશીણા પોલીસ દ્વારા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY