ન્યુ દિલ્હી,તા.૧૮
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ CM નારાયણ દત્ત તિવારીનું આજે દિલ્હીમાં સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં ૯૩ વર્ષે નિધન થયું છે. એનડી તિવારીનું નિધન તેમના જન્મદિવસના રોજ જ થયું છે. એનડીના નિધનથી રાજકીય પાર્ટીઓમાં શોક છવાયો છે. નારાયણ દત્ત તિવારી દેશના પહેલાં એવા રાજનીતિજ્ઞ હતા જેમને બે-બે રાજ્યના મુખ્યમંત્રી હોવાનું ગૌરવ મળ્યું. તેઓ કેન્દ્રમાં નાણાં, વિદેશ, ઉદ્યોગ, શ્રમ જેવાં મહત્વના મંત્રાલયો સંભાળી ચુક્્યાં છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કર્યું કે, “ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પંડિત નારાયણ દત્ત તિવારીના નિધન પર દુઃખ વ્યક્ત કરું છું. હું ઈશ્વર સમક્ષ તેમની દિવંગત આત્માની શાંતિ તેમજ પરિવારના લોકોને દુઃખ સહન કરવાની પ્રાર્થના કરું છું.
બે રાજ્યોના મુખ્યમંત્રી બનનારા પહેલાં રાજનેતા
– તિવારીનો જન્મ નૈનીતાલના બલૌટી ગામમાં ૧૮ ઓક્ટોબર, ૧૯૨૫નાં રોજ થયો હતો.
– પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં બાદ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટી ગયા જ્યાં તેઓએ રાજનીતિ શાસ્ત્રમાં સ્છ અને બાદમાં LLB કર્યું.
– તેઓએ ૧૯૪૭માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
– ૧૯૪૭થી ૧૯૪૯ સુધી તેઓ ઓલ ઇન્ડિયા સ્ટૂડન્ટ્સ કોંગ્રેસના સચિવ રહ્યાં.
– એનડી તિવારી પહેલાં એવાં રાજનીતિજ્ઞ હતા જેમને બે રાજ્યોના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ મળ્યું છે.
– ૧૯૬૬-૬૭, ૧૯૮૪-૮૫, ૧૯૮૮-૮૯ સુધી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યાં.
– તિવારી ૨૦૦૨-૨૦૦૭ સુધી ઉત્તરાખંડના CM રહ્યાં.
– એનડી તિવારી કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યાં હતા. ૧૯૮૬-૮૭ સુધી તેઓ રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી રહ્યાં.
– તેઓ ૨૦૦૭થી ૨૦૦૯ સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ રહ્યાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





