મૂળી તાલુકામાં દારૂ જુગાર અને અન્ય ગેર પ્રવૃતિઓએ માઝા મુકીછે ત્યારે મૂળી તાલુકાનાં વેલાળા ધ્રા ગામે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે જી.એલ.ગઢવી સુરેશભાઇ સહિતનાંએ સ્મશાન સામે નંદિકાંઠે આવેલ બાવળોમાં રેડ કરી હતી જેમાં હારજીતનો જુગાર રમતા વેલાળા (ધ્રા) નાં ભુપતભાઇ કમાભાઇ ઝેઝરીયા રમેશભાઇ સુરાભાઇ રંગપરા દિનેશભાઇ ધુડાભાઇ રાઠોડ પ્રેમજીભાઇ લવજીભાઇ રાઠોડ અને નાગરભાઇ વાલાભાઇ રાઠોડને ઝડપી પાડ્યા હતા ઓચીતા ત્રાટકેલ પોલીસને જોઇ નાશભાગ મચી હતી પરંતુ પુર્વ તૈયારી સાથે ત્રાટકેલ પોલીસે તમામને ઝડપી ૧૫૦૫૦ રોકડા તેમજ ત્રણ મોબાઇલ સહિત ૧૬૫૫૦ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






