સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ના ઓએ પ્રોહી / જુગાર ના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ
સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ. આર.ડી. ગોહિલ, તથા પોલીસ સબ ઇન્સ. વી. બી. ક્લોત્રા, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સરદારસિંહ ગોહિલ, રવિભાઈ ભરવાડ, પોલીસ કોન્સ.મોહસીનભાઈ કચોટ, ધવલભાઈ પટેલ વીગેરે એલ.સી.બી. સ્ટાફ ના માણસો એ સુરેન્દ્રનગર સીટી બીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા સરદારસિંહ ગોહિલ નાઓની ખાનગી બાતમી આધારે હકીકત મળેલ કે સુરેન્દ્રનગર જીનતાન રોડ, ભરતપરા, પારેખ સ્કૂલ ની ખૂણા ઉપર સિલ્વર કલર ની સેન્ટ્રો ગાડી રજી. નંબર જી.જે. 16 k – 5304 વાળીમાં ઈંગ્લીશ દારૂની જથ્થો છે તેવી બાતમી આધારે રેઇડ કરતા સેન્ટ્રો ગાડી માંથી ગેર કાયદેસર ઈંગ્લીશ દારૂ ની બોટલો નંગ 68, કી. રૂં. 27200/- તથા મોબાઈલ નંગ 1કી.500/- તથા ગાડી કિંમત રૂં. 1,00,000/- મળી કુલ રૂપિયા 1 લાખ 27 હજાર નો મુદ્દા માલ સાથે આરોપી રામજી ઉર્ફે મહાવીર નારાયણ ભાઈ નંદયણિયા, ઉ.વર્ષ 19 રહે. સુરેન્દ્રનગર મેઘાણીબાગ ભારત પરા વાળને પકડી પાડેલ છે. અને આ આરોપી (1) મંથનભાઈ ચંદુભાઈ મકવાણા રહે. સુરેન્દ્રનગર (2) કનુભા ઉર્ફે કનુભા જેસિંગભાઈ ડોડીયા રહે. સુરેન્દ્રનગર નાશી ગયેલ હોય જે તમામ ઈસમો વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી.વી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કરવા તજવીજ કરેલ છે અને નાશી ગયેલ ઈસમો ને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે તેમજ ઈંગ્લીશ દારૂ નો જથ્થો ક્યાંથી લાવેલ તે અંગે સઘન પૂછપરછ ચાલુ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






