જજોની નિમણૂકનો જંગ તીવ્ર બન્યો, કેન્દ્રએ જસ્ટિસ જોસેફનું નામ ‘ફગાવ્યું’

0
255

જસ્ટિસ જોસેફ સૌથી વરિષ્ઠ નથી, નિમણૂક અસંભવઃ કેન્દ્ર સરકારની સીજેઆઈને ચિઠ્ઠી
ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટમાં જજાની નિમણૂક પર રાજકીય સંગ્રામ છેડાઇ ગયો છે. કાંગ્રેસે જજાની નિમણૂકને લઇ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇન્દુ મલ્હોત્રાને જજ બનવાની શુભકામના પાઠવતા કાંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સાથો સાથ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કેએમ જાસેફને સુપ્રીમ કોર્ટમાં જજ નહીં બનાવા પર કેન્દ્રને આડે હાથ લીધા છે. જા કે કેન્દ્રે પણ આ મામલામાં કાંગ્રેસ પર હલ્લાબોલ છે અને તેના આરોપોને ધડમૂળથી નકારી દીધા છે. બીજીબાજુ સૂત્રોના મતે સરકારે સુપ્રીમ કોર્ટે કાલિજિયમથી જસ્ટિસ જાસેફના નામ પર પુનર્વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. આપને જણાવી દઇએ કે કાલિજિયમે વરીયતા ક્રમમાં જસ્ટિસ જાસેફનો પહેલો અને મલ્હોત્રાનો બીજા નંબર રાખ્યો હતો.
બીજીબાજુ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કાંગ્રેસના આરોપોને નકારતા ઉલટાના કાંગ્રેસ પર જ આરોપ મૂકયા. કાયદામંત્રીએ કહ્યુ કે દેશના કેટલાંય જજ જસ્ટિસ જાસેફથી સિનિયર છે. કાંગ્રેસનો રેકોર્ડ બધાને ખબર છે. જસ્ટિસ જાસેફ કરતાં ૪૧ જજ સિનિયર છે. મળતી માહિતી પ્રમાણે સરકાર કાલિજિયમથી જસ્ટિસ જાસેફના નામની અનુંશાસ પર ફરીથી વિચાર કરે તેવો આગ્રહ કર્યો છે.
સિબ્બલે કહ્યુ કે અમે વકીલોને પૂછવા માંગીએ છીએ કે આજે ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે કોણ ઉભું થશે. સિબ્બલે દેશની કેટલીય હાઇકોર્ટમાં જજાના ખાલી પદોની માહિતી આપતા કહ્યુ કે ઇલાહાબાદ હાઇકોર્ટમાં ૬૦, તેલંગાણા અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં ૩૧, બોમ્બે હાઇકોર્ટમાં ૨૪, કોલકત્તા હાઇકોર્ટમાં ૩૯, છત્તીસગઢ હાઇકોર્ટમાં ૨૩, ગુજરાત હાઇકોર્ટમાં ૨૨, કર્ણાટક હાઇકોર્ટમાં ૩૨, એમપી અને ઓરિસ્સા હાઇકોર્ટમાં ૨૧-૨૧, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ૩૫ અને રાજસ્થાન હાઇકોર્ટમાં ૧૭ સીટો ખાલી છે. કેન્દ્ર સરકાર અહીં પોતાના લોકોને ભરવા માંગે છે.
કાલિજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ તરીકે કેએમ જાસેફની નિમણૂકની ભલામણ કરી હતી. જસ્ટિસ જાસેફ અને મલ્હોત્રાની ઉન્નતિની ભલામણ લગભગ ત્રણ મહિના પહેલાં જ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટ કાલિજિયમની ભલામણ કરવાની ફાઇલ ૨૨ જાન્યુઆરીના રોજ કાયદા મંત્રાલયને પહોંચાડી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થયેલ સ્વીકૃતિની પ્રક્રિયામાં માત્ર ઇન્દુ મલ્હોત્રાનું નામ આગળ વધી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY