મુંબઇ,
ક્રિશ અને ક્રિશ-૩ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુકેલી પ્રિયંકા ચોપડા ફરી એકવાર કૃષ સિરિઝની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે ક્રિશ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મના નિર્માતા નિર્દેશક રાકેશ રોશન દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. જા કે રાકેશ રોશન દ્વારા કહેવામા ંઆવ્યુ છે કે પ્રિયંકા ફિલ્મમાં કેટલા રોલમાં હશે તે બાબત હજુ નક્કી કરવામાં આવી નથી. રાકેશ રોશનનુ કહેવુ છે કે પ્રિયંકા ચોપડા એક શાનદાર અભિનેત્રી છે તેની સાબિતી તે પહેલાથી જ આપી ચુકી છે. પ્રિયંકાને ક્રિશ-૪માં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કહીને રાકેશ રોશને આ સંબંધમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત લાવી દીધો છે. પ્રિયંકાને ફિલ્મમાં રોલ કેટલો અને કયા પ્રકારનો છે તે બાબત હજુ નક્કી કરવામાં આવી નથી. ક્રિશ ફ્રેન્ચચાઇઝની હજુ સુધી ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવી ચુકી છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ કોઇ મિલ ગયા હતી જે ૨૦૦૩માં રજૂ કરવામાં આવી હતી. જેમાં રિતિક રોશનની સાથે પ્રિતી જિન્ટા હતી. આ ફિલ્મનુ નિર્દેશન પણ રાકેશ રોશન દ્વારા જ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એવા હેવાલ આવ્યા હતા કે રાકેશ રોશન કૃષ ચાર અને કૃષ પાંચ ફિલ્મનુ એક સાથે શુટિંગ કરનાર છે.
હાલમાંસુપર સ્ટાર પ્રિયંકા ચોપડા લોસ એન્જલસમાં છે. તે હાલમાં ગુગલના સીઇઓ સુન્દર પિચાઇ સાથે વાતચીત કરી હતી. તે ટુંક સમયમાં જ ભારત પરત ફરીને પોતાની આગામી ફિલ્મ ભારતનુ શુટિંગ કરનાર છે. ફિલ્મમાં સલમાન ખાન અને દિશા પાટની પણ પ્રિયંકા ચોપડાની સાથે નજરે પડનાર છે. પ્રિયંકા ફરી એકવાર ઝડપથી હિન્દી ફિલ્મો સ્વીકારી રહી છે. જે સાબિત કરે છે કે તે ધુમ મચાવવા તૈયાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






