દર બીજા સેકન્ડે લોહીની જરૂર

0
8

ભારતમાં રક્તદાનના મામલામાં મહિલાઓ પુરુષો કરતા ખૂબ પાછળ છે પરંતુ હાલમાં તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં દર વર્ષે આશરે ચાર કરોડ યુનિટ બ્લડની જરૂર પડે છે પરંતુ આની સામે માત્ર ૪૦ લાખ યુનિટ બ્લડ મળી શકે છે. આ જ કારણસર દર વર્ષે સૈકડો લોકોના મોત થઈ જાય છે. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં દર બે સેકન્ડમાં કોઈને બ્લડની જરૂર પડે છે. દરરોજ ઓછામાં ઓછા ૩૮,૦૦૦ રક્તદાતાની જરૂર પડે છે. નિષ્ણાંતો અને તબીબોનું કહેવું છે કે એક કાર દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે ઓછામાં ઓછા ૧૦૦ યુનિટ બ્લડની જરૂર પડી શકે છે. આવી જ રીતે હાર્ટ સર્જરીમાં આશરે છ યુનિટ બ્લડ અને આટલા જ પ્લેટલેટ્‌સની જરૂર પડે છે. જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં ૪૦ યુનિટ બ્લડ અને ૩૦ યુનિટ પ્લેટલેટ્‌સની જરૂર પડે છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં ૧૨૦ યુનિટ પ્લેટલેટ્‌સ અને ૨૦ યુનિટ બ્લડની જરૂર પડે છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY