ભરૂચના કલેકટર ઓફીસ રોડ તરફ આવતા રોડ પરથી પસાર થતી રીક્ષામાં વિદેશી દારૂની ખેપ મારનાર ઈસમ ઝડપાયો…
ભરૂચ એ ડિવિઝન પોલીસે ગત રોજ રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.
બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રીક્ષા નં. GJ-16-Z-7113માં વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે.જેના આધારે એ-ડિવિઝન પોલીસે વોચ ગોઠવતા ભરૂચ રેલ્વે સ્ટેશન તરફથી કલેકટર ઓફીસ રોડ તરફ આવતી રીક્ષાને અટકાવી તેની તલસી લેતાં રીક્ષામં મુકેલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલકની પુછતાછ કરતા તેનું નામ ચિરાગ ઉર્ફે ચિલીયો ભુપેન્દ્ર સુરતી(દરજી) (રહે. વેજપુર કુંભારિયા ઢોળાવ,ભરૂચ) હોવાનું જણાવ્યું હતું. પોલિસે રીક્ષામાંથી ગેરકાયદેસર વહન કરાતા વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.રોયલ ચેલેન્જ વ્હિસ્કિ બોક્ષ નંગ. ૦૫,બોટલ નંગ ૬૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, ઇમ્પિરિયલ બ્લુ વ્હિસ્કી બોક્ષ નંગ ૩,બોટલ નંગ ૩૬ કિંમત રૂપિયા ૧૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૪,૦૦૦નો વિદેશી દારૂ તેમજ રીક્ષા અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૭૯,૯૦૦/- નો મુદ્દા માલ કબ્જે કરી વધુ પુછતાછ કરતા ચિરાગ સુરતીએ આ માલ ભરૂચના હાજીખાના બજારમાં રહેતા બુટલેગર રાજુ રાવલે આપ્યાનું કહેતા પોલીસે બંન્નેવ વિરૂધ પ્રોહિ.એકટ મુજબ ગુનો નોંધી ફરાર રાજુ રાવલને શોધવાની કવાયત હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ માથાભારે ઇસમો નો માલ સમની પાસે પણ પકડાયો હતો જેનો એક મુસ્લિમ માસ્ટર માઈન્ડ રાજુ રાવલ ને હાથો બનાવી મસમોટું રેકેટ ચલાવતો હોવાનું ચર્ચાય છે જેના દ્વારાપડદા પાછળ રહી રાજુ રાવલ જેવા ને આગળ ધરી કથિત સેટિંગ કરાય છે ત્યારે ભરૂચ પોલીસ ભૂતકાળ ના જુના જોગી બુટલેગર ને પાસા શા માટે નથી કરતી એ પ્રશ્ન વિચાર માંગી લે છે.જોવાનું એ રહેછે કે ભરૂચ માં કોઈ બહાર નો બુટલેગર તો દારૂ સપ્લાય નહીજ કરતો હોય અગર કરતો હોય તો ભરૂચ ના નયન મુન્નો વગેરે શાંત બેસે તેવા નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે રાજુ પકડાય છે કે પછી …રાજુ પકડાય તો એ કોના નામ ખોલશે.

એક એવી વિગત પણ સપાટી પર આવી છે કે કેટલાકે આ મામલે પતાવટ કરી અને બીજા એ પતાવટ ન થતા પોલીસ ને પરાણે બોલાવી,સત્ય તો પોલીસ કે ડીએસપી આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તોજ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થાય
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






