ગુજરાત સરકાર ,સરકારી ટેકનીકલ કોલેજો ને અને વિદ્યાર્થીઓ ને લાખો કરોડો ગ્રાન્ટ આપેછે વિદ્યાર્થીઓ ને રહેવા ની મફત સુવિધા કે આંશિક ભાડે હોસ્ટેલ ફેસિલિટી ,કેન્ટીન ફેસિલિટી થી લઇ પુસ્તકો માટે પણ ગ્રાન્ટ આપે છે કે શિષ્યવૃત્તિ આપે છે પણ આ સરકારી નાણાં પર પણ કોલજો ના આચાર્યો અને રેકટરો ની આંખ આડે કાન કરવાની વૃત્તિ માં સરકારી પૈસા નો વેડફાટ થઈ રહ્યો હોવાની ચર્ચા ચગડોળે ચડી છે.
કોલેજો માં રહેવાની રૂમો હોવા છતાં માત્ર હાજરી પરજ કામ ચાલતું હોવાનું ચર્ચાય છે.જે વિદ્યાર્થીઓ ને રહેવા ની પરમીશન ન એવા બહારનાવિદ્યાર્થીઓ કે અન્યો પણ ત્યાં રહે છે તેવી ચર્ચા ચાલે છે.મોડી રાત કહેવાય સુધી ચર્ચાય છે કે વાંચન ને બદલે ધમાલ મસ્તી મચે છે


વાયરલ ફોટા કથિત કોલેજ ની સિક્યોરિટી કે રેક્ટર એટલે ગૃહપતિ. જેની હાજરી પણ પાંખી હોય તેની ચાડી ખાય છે , ત્યારે સરકારી શિષ્ય વૃત્તિ લઇ ભણવાને બહાને થતાં જલસા ની પોલ ખોલતો હોય તો નવાઈ નહીં ,ત્યારે આ વિષયે આવનાર દિવસો માં જમવાના બિલ પણ હાજરી ની પોલ ખોલે કેમકે વિદ્યાર્થી ત્યાં રહેછે એ નો પુરાવો કેન્ટીન કોન્ટ્રાકટર ના જમવાના બિલ પરથી મળે તો શુ કેન્ટીન ના દર મહિના ના બિલ ની ચકાસણી કે તુલના વિધાયર્થીઓ ની સાચી હાજરી સાથે થાય છે કે લાખોના ખર્ચે બાંધેલ કેન્ટીન ના ચલાવનાર બિલ પણ ખોટા આપે છે તેની પણ તપાસ થાય તો ભાંડો ફૂટે તેમ કહેવાય છે ટૂંકમાં રેક્ટર ની ગેરહાજરી કેન્ટીન કોન્ટ્રકર ની કમાવા ની લાલચ ,બહાર ના હલકી ગુણવત્તા વાળા ચટપટા ખોરાક ખાવા જવાની વિદ્યાર્થી ઓને અપાતીબહાર જવાનીપરમિશન,
જે વિદ્યાર્થીઓના ભણવાના સમય નો બગાડ આ બધુજ બતાવે છે કે સરકારી કોલેજો માં શિક્ષણ આછું ને લાલીયાવાડી વધારે પ્રતિપાદિત થતી હોય અને આપણે સાંદિપની વગેરે ઋષિ મુનિ ના અરણ્ય માં ભણતા રાજકુમારો ની સરખામણી હાલના શિક્ષણ સાથે તો નજ કરાય.હવે શિક્ષણ પ્રણાલી માં આમુલચુલ પરિવર્તન અને કડકાઈ ની જરૂર છે ત્યારે ગૃહપતિ પણ કડક હોવા જોઈએ જમવા ને બહાને બહાર ભટકાતા વિદ્યાર્થીઓ જો વ્યસની બને તો જવાબદાર કોણ? હોસ્ટેલ માં રહી ભણતો વિદ્યાર્થી ધ્યેયસભર હોય તોજ સરકારે ખર્ચેલા નાણાં નો સદુપયોજ થયો કહેવાય જ્યારે ભરૂચ ની આ કોલેજ ની કથિત લાલીયાવાડી ની વાતો શહેર ના નાગરિકો માં ચર્ચાય ત્યારે સમગ્ર સરકારી શૈક્ષણિક સંસ્થાઓ ને છાંટા ઉડે એ સ્વભાવિક છે જે માટે સિક્યોરિટી કોન્ટ્રકર ની વિદ્યાર્થીઓ ના આવવા જવાના સમય ની નોંધ.હોસ્ટેલ માં રાત્રી દરમ્યાન ચેકીંગ સમયે વિદ્યાર્થી ની સાચી હાજરી બાબતે ધ્યાન અપાય તે જરૂરી છે જે થકી વિદ્યાર્થીઓ બહાર ભટકતા બંધ થાય.આ બાબતે ઉચ્ચ અભ્યાસ કરેલ ભરૂચ ના ધારાસભ્ય ને રજુઆત થઈ હોય તો નવાઈ નહીં.જે બાબતે રાજ્ય સરકારે પણ ચિંતિત થવું જરૂરી છે અન્યથા પ્રજા ના ટેક્સના એટલે કે નાગરિક નાણાં નો બગાડ.!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



