ભારતની અંડર ૧૯ ક્રિકેટ ટીમમાં ભરૂચના આકાશ પાંડેની પસંદગી કરાઈ….

0
50

ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ટ્રેનિંગ લઈ રહેલા આકાશ પાંડેની ભારતીય અંડર ૧૯ માં પસંદગી પામતાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આકાશ એ અંકલેશ્વરમાં ટેક્સટાઇલ કંપનીમાં ફરજ બજાવતા અંગદ પાંડેનો પુત્ર છે. ૧૧ વર્ષની વયમાંજ ક્રિકેટનું ઘેલુ લાગતા તેણે અંકલેશ્વરના કોચ નાઝીમ પાસેથી ક્રિકેટની પ્રાથમિક તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેણે ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા અંકલેશ્વર ખાતે ચાલતી ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણે કોચ નાઝીમ પાસેથી ક્રિકેટની વધુ તાલીમ મેળવી હતી. અંડર–૧૪ અને અંડર–૧૬માં સારો દેખાવ કરતા તાજેતરમાં જ ફાસ્ટ બોલર તરીકે તે ભારતીય ક્રિકેટની અંડર–૧૯ની ટીમમાં પસંદગી પામ્યો છે.

આ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સચીન તેન્દુલકરના પુત્ર અર્જુન તેન્દુલકરની પણ પસંદગી થઇ છે. આજરોજ ભરૂચ ખાતે રોટરી ક્લબના કોન્ફરન્સ રૂમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરીમાં આકાશ પાંડેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેના પિતાજી પણ સારા બેટસમેન હતા અને તેમણે જ એમને ક્રિકેટ માટે પ્રોત્સાહન આપ્યું હતું. ધો.૬ સુધી પોતે એક સ્કોલર સ્ટુડન્ટ હતો પરંતુ ત્યારબાદ ક્રિકેટમાં વધુ ધ્યાન રહેતા તેની અસર તેના શિક્ષણ ઉપર પડી હતી. હાલ તે અંકલેશ્વરની પી.પી. સવાણી સ્કૂલમાં ધો.૧ર કોમર્સમાં અભ્યાસ કરે છે. જાકે વર્ગખંડ કરતા મેદાનમાંજેનું મન લાગેલું હતું તેવા આકાશ પાંડે આખરે ક્રિકેટના ક્ષેત્રે જ ભરૂચને ગૌરવ અપાવ્યું છે. આકાશના પિતા અંગત પાંડેને પણ ક્રિકેટમાં રસ હોઇ તેને પ્રોત્સાહન આપી તાલીમ મેળવવા માટે ક્રિકેટ એકેડમીમાં મોકલ્યો હતો. આકાશ પાંડેએ ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર પેટ કમેન્ટ્સને પોતાનો આઇડીયલ બોલર હોવાનું જણાવ્યું હતું. તેણે ભારતીય ક્રિકેટર એમ.એસ.ધોની અને રાઇના સાથે તથા ગ્લેન મેકગ્રેથ સાથે એમ.આર.એફ. માં પ્રેકટીસ કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આકાશ પાંડેએ તેની ક્રિકેટની યાત્રાના બે પ્રસંગોને યાદ કરતા કહયું હતું કે અંડર ૧૪માં સુરત ખાતે તે સિલેક્ટ ન થતા માનસિક રીતે હતાશ થયો હતો પરંતુ તેમના કોચ નાઝીમએ તેને પ્રોત્સાહન આપી વધુ પ્રયાસ કરવા માટે પ્રેરણા આપતા આખરે તે ભારતીય ક્રિકેટની અંડર–૧૯ સુધી આગળ વધ્યો છે. તેણે પોતાના ખરાબ અનુભવોની વાત કરતા કહયું હતું કે અંડર–૧૯માં ચેલેન્જર ટ્રોફીમાં પણ તે પસંદગી પામ્યો હતો પરંતુ તે ઇન્જર્ડ હોવાથી સારો દેખાવ કરી શકયો ન હતો. તે સમયને તેણે પોતાનો અત્યારસુધીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો. જાકે ક્રિકેટને જ પોતાના જીવનનું ધ્યેય બનાવનાર આકાશ પાંડેએ ઉગતા ક્રિકેટરોને સંદેશ આપતા કહયું હતું કે જીવનમાં મોટા ધ્યેય સાથે નહિં પરંતુ નાના–નાના ગોલને પહેલા પાર કરવા જાઇએ તેના માટે સખત મહેનત કરવી જાઇએ અને ફિટનેસને સૌથી વધારે મહત્વ આપવું જાઇએ કારણકે શરીર સાથ નહિં આપે તો ક્રિકેટની ઉંચાઇઓને સર નહિં કરી શકાય તેમ પણ તેણે ઉમેર્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY